Crime News : વેજલપુરમાં મહિલાની હત્યા મામલે મોટો ખુલાસો, જાણો કોણે કરી મહિલાની હત્યા
Ahmedabad News : ઝોન 7 એલસીબી ટીમે એક આરોપીની ધરપકડ કરી છે. પરંતુ હત્યાના ષડયંત્રમાં હજી ફરાર ત્રણ આરોપીઓને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Ahmedabad : અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં શ્રીનંદનગર વિભાગ-2 માંથી મહિલાનો મૃતદેહ મળ્યા બાદ હત્યા પાછળ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે અને મહિલાના હત્યા પાછળ પતિનું ષડયંત્ર હોવાનું ખુલતા ઝોન 7 એલસીબી ટીમે એક આરોપીની ધરપકડ કરી છે. પરંતુ હત્યાના ષડયંત્રમાં હજી ફરાર ત્રણ આરોપીઓને પકડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વેજલપુર વિસ્તારમાં આવેલ આ છે શ્રીનંદનગર વિભાગ-2માં તાજેતરમાં એફ બ્લોકના એક મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માતે મોત નોંધી આ અંગે તપાસ શરૂ કરી હતી, પરંતુ ડોક્ટરના રિપોર્ટમાં મહિલાની હત્યા થઈ હોવાનું ફલિત થયું. જેને પગલે વેજલપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ માટે ટીમો કામે લગાડી. આ મહિલાની હત્યા કરનારા શખ્સોને પકડવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી પોલીસે પ્રાથમિક તબક્કે અલગ અલગ થીયરી તપાસ કરતા સોસાયટીમાંથી પસાર થતા બે શકમંદો નજરે પડ્યા.
ત્યારબાદ અલગ-અલગ સીસીટીવી ફૂટેજ આધારે આ બંને પલ્સર બાઈક લઈ મકરબા વિસ્તારમાંથી નીકળ્યા હોવાનું જાણવા મળતા પોલીસે વાહનના આધારે આરોપીને પકડવા ટીમ તેલંગાણા રવાના કરી. પોલીસે પલ્સર બાઈક ક્યાંથી ખરીદ્યુ હતું તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે ભાડેથી વાહન આપતા ઇન્કમટેક્સના એક વેપારી પાસેથી આ વાહન ભાડે થી લેવામાં આવ્યું હતું. જેમાં ખલીલુદ્દીન સૈયદે વાહન ભાડેથી લીધું હોવાથી પોલીસે તેને તપાસ કરતા હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો.
ઝોન-7 એલસીબી ટીમે ખલીલઉદ્દીન સૈયદની પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી કે મૃતક મનિષાબેનના પતિએ હત્યા અંગે કાવતરું ઘડ્યું હતું અને ખલીલઉદ્દીન સાથે જૂનો પરિચય હોવાથી મનિષાબેન ના પતિ એજ આ કામ તેમને સોંપ્યું હતું.
મૃતક મનિષાબેનના પતિ ઈન્ટેલિજન્ટ બ્યુરોમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવે છે અને પારિવારિક તકરારના કારણે મનિષાબેનનું કાસળ કાઢી નાખવા હત્યાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. મનિષાબેનના પતિ છેલ્લા દસેક વર્ષથી મધ્યપ્રદેશમાં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવે છે અને ખરીદીને પોતાના કામ કઢાવવા માટે 15000 રૂપિયા પણ આપ્યા હોવાનું આરોપી ખલીલઉદ્દીન ની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું.
જોકે આ હત્યા કરવા પાછળ કારણ શું હોય તે અંગે પોલીસે તપાસ કરતા ખલીલઉદ્દીને કબૂલ્યું હતું કે આઇબી ઓફીસર રાધાકૃષ્ણ મધુકર દુધેલા સાથે છેલ્લા ઘણા સમયથી પરિચયમાં છે અને મૂળ બંને તેલંગાણાના હોવાથી પારિવારિક તકરારનો અંત લાવવા ખીલીલુદીનને પત્ની મનીષાબેનનું કાસળ કાઢી નાખવા કહ્યું હતું. જેના કારણે ખરીદીને પોતાને બે સાગરીતો સાથે દસ દિવસથી અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં મનીષા બેન ની રેકી કરી તમામ ગતિવિધિથી પરિચિત થઈ હત્યાને અંજામ આપ્યો હતો.