શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ કૌટુંબિક ભાઈએ યુવતી નહાતી હતી ત્યારે વીડિયો ઉતારીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી વારંવાર બોલાવતો ને......
અવારનવાર શારીરિક સંબંધો અને લગ્નની માગથી ત્રસ્ત પરિણીતાએ ઘરમાં આ અંગે જાણ કરી હતી. આ સંબંધોની જાણ બીજાં લોકોને પણ થઈ જતાં મેણાં બદનામીને કારણે પરિણીતાએ ગોળીઓ અને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
અમદાવાદઃ આંબાવાડી વિસ્તારમાં રહેતી યુવતી નહાતી હતી ત્યારે નગ્નાવસ્થામાં તેના કૌટુંબિક ભાઈએ વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેણે યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. કૌટુંબિક ભાઈ આ રીતે વારંવાર યુવતી સાથે શરીર સુખ માણતો હતો. એ પછી તેણે યુવતીને પોતાની સાથે લગ્ન કરવા પણ દબાણ શરૂ કરીને માનસિક ત્રાસ આપવા માંડ્યો હતો. અવારનવાર શારીરિક સંબંધો અને લગ્નની માગથી ત્રસ્ત પરિણીતાએ ઘરમાં આ અંગે જાણ કરી હતી. આ સંબંધોની જાણ બીજાં લોકોને પણ થઈ જતાં મેણાં બદનામીને કારણે પરિણીતાએ ગોળીઓ અને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એલિસબ્રિજ પોલીસે યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.
આંબાવાડી વિસ્તારમાં રહેતી જયા વર્ષ અગાઉ લીંબડી તાલુકાના બોરાણા ગામે લગ્નમાં ગઈ ત્યારે કૌટુંબિક ફોઈના દિયરના દીકરાને મળી હતી. યુવતી તેમના ઘરે રોકાઈ હોવાથી વાતચીત થતા ફોન નંબરોની આપલે થઈ હતી. થોડા સમય પછી યુવકે અશ્લીલ માગમીઓ શરૂ કરી હતી. યુવક કુટુંબમાં ભાઈ થતો હોવાથી યુવતીએ આ બાબતે કોઈને જાણ કરી ન હતી. ફેબ્રુઆરી 2020માં યુવતીના દીકરાનો જન્મદિવસ હોવાથી યુવક પણ આંબાવાડી આવ્યો હતો. જન્મદિવસની ઉજવણી કરી બંને પુત્રો શાળાએ અને પતિ કામ પર ગયા પણ કૌટુંબિક બાઈ રોકાઈ ગયો હતો.
બંને એકલાં પડ્યાં ત્યારે તેણે યુવતીને નગ્નાવસ્થામાં સ્નાન કરતો વીડિયો મોબાઈલમાં બતાવ્યો હતો.તેણે કહ્યુ હતુ કે, તારા ઘરે અગાઉ આવ્યો, ત્યારે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવકે યુવતી સાથે શારીરિક સંબંધો બાંઘ્યા હતા. એ પછી તેણે યુવતીને બ્લેકમેઈલ અનેકવાર શરીર સુખ માણ્યું હતું. આ રીતે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા પચી તેણે લગ્નની જીદ પકડીને ધમકી આપી હતી કે, મારી સાથે લગ્ન નહીં કરે, તો હું તારા ફોટો અને વીડિયો વાયરલ કરી દઈશ. જયા આ વાતોથી કંટાળી ઘરેથી દાગીના અને રોકડ લઈ ડિસેમ્બર મહિનામાં લીંબડી પહોંચી હતી. યુવકે ત્યાં યુવતી સાથે શારીરીક સંબંધો બાંધી તેને તેના ફુઆના ઘરે મોકલી દીધી હતી. ત્યાંથી યુવકને બેન-બનેવી યુવતીને અમદાવાદ મૂકી ગયા હતા.
આ વાત સમાજમાં વાતો ફેલાતા જયાની બદનામી થઇ હતી. જેના પગલે તેણે બુધવારે ઝેરી દવા ખાઈ ફીનાઇલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એલિસબ્રિજ પોલીસે યુવતીની ફરિયાદ આધારે યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement