શોધખોળ કરો
Advertisement
બિહારઃ કોલેજ જઈ રહેલા BJP નેતાને ગોળી મારવામાં આવતા ચકચાર, જાણો વિગત
સ્થાનિક લોકોની મદદથી તેને સદર હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતને જોતાં પટના પીએમસીએચમાં મોકલવામાં આવ્યા હતા.
મુંગેરઃ બિહારમાં ગુનેગારોનું તાંડવ ચાલુ જ છે. તંત્ર અને કાયદાને પડકાર ફેંકતા હોય તેમ હત્યા અને ગોળીબારની ઘટનાને ઉપરા છાપરી અંજામ આપી રહ્યા છે. બિહારના મુંગેર જિલ્લામાં બીજેપી નેતાને અફઝલ શમ્સીને ગોળી મારીને ઘાયલ કર્યો હતો.
મળતી જાણકારી પ્રમાણે, બીજેપી નેતા અને પ્રવક્તા અફઝલ શમ્સી બુધવારે તપોખાના બજાર સ્થિત તેમના ઘરેથી જમાલપુર ઈવનિંગ કોલેજ જતાં હતા. તે દરમિયાન હત્યાના ઇરાદે આવેલા શખ્સો ગોળી મારીને ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી તેને સદર હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતને જોતાં પટના પીએમસીએચમાં મોકલવામાં આવ્યા હતા.
બીજેપી નેતાને ગોળી વાગ્યાની માહિતી મળતા સેંકડો લોકો હોસ્પિટલ પહોંચી ગયા હતા અને તેમની તબિયત સંબંધી જાણકારી લેવાની કોશિશ કરતા હતા. બિહારમાં છેલ્લા થોડા દિવસોથી ગુનાહિત ઘટનાઓમાં ઉછાળો આવ્યો છે. રોજની હત્યા અને ગોળીબારની ઘટનાએ તંત્રની નિંદર હરામ કરી દીધી છે.
અફઝલ શમસીને ગોળીબાર કરવાના કેસમાં એસપીએ જણાવ્યું હતું કે, પરિવારના નિવેદન પર જમાલપુર કોલેજ આચાર્ય લલન પ્રસાદસિંહની ધરપકડ કરવામાં આવી છે. તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. આ અંગે એસપી માનવજીતસિંહ જણાવ્યું હતું કે મોહમ્મદ અફઝલ શમસી સાથે તેમની થોડી હરીફાઈ છે. સબ સલામત હોવાનો દાવો કરતી નીતિશ સરકારના મંત્રી પર જ જીવલેણ હુમલો થતાં સરકાર પર લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement