Crime News: વિધવા ભાભીને તમંચો બતાવી દિયરે ધમકાવીને માણ્યું શરીર સુખ ને પછી.....
આ ઘટના બાદ પીડિતાએ આખી વાત સાસુને કહી, તો સાસુએ પણ આરોપીનો પક્ષ લીધો અને તેમને ચૂપ રહેવા કહ્યું.
Crime News: ઉત્તરપ્રદેશ કોતવાલી વિસ્તારના એક ગામમાં રહેતી વિધવા મહિલાને બંદૂકની અણીએ દિયર દ્વારા બળાત્કારના કેસમાં કોર્ટના આદેશ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાના કહેવા પ્રમાણે, સસરાએ પણ આરોપીને સહકાર આપ્યો હતો. કેસ નોંધ્યા બાદ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
પતિનું બે વર્ષ પહેલા અવસાન થયું હતું
કોતવાલી વિસ્તારના એક ગામમાં રહેતી મહિલાના પતિનું લગભગ બે વર્ષ પહેલા અવસાન થયું છે. 28 નવેમ્બરના રોજ વિધવા મહિલા ઘરમાં હતી ત્યારે મોડી રાત્રે દિયર ઘરે આવ્યા હતા અને જરૂરી કામ હોવાનું જણાવી દરવાજો ખોલ્યો હતો. જેવો દિયર આવ્યો કે તરત તેની છાતી પર પિસ્તોલ તાકી અને તેને તેના રૂમમાં લઈ ગયો. ત્યાં તેણે બંદૂકના જોરે વિધવા પર બળાત્કાર કર્યો. અવાજ સાંભળીને જ્યારે તેના બાળકો જાગી ગયા ત્યારે આરોપી ભાગી ગયો હતો.
સાસુ-સસરાએ પણ આરોપીનો પક્ષ લીધો
આ ઘટના બાદ પીડિતાએ આખી વાત સાસુને કહી, તો સાસુએ પણ આરોપીનો પક્ષ લીધો અને તેમને ચૂપ રહેવા કહ્યું. આ પછી પીડિત મહિલા ફરિયાદ લઈને કોતવાલી પહોંચી, પરંતુ ત્યાં પણ તેની વાત સાંભળી ન શકાઈ. ત્યારબાદ પીડિત મહિલાએ ન્યાય માટે કોર્ટનો આશરો લીધો હતો. કોર્ટના આદેશ પર કોતવાલી પોલીસે દિયર અને સાસુ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોલીસ આરોપીને પકડવા પ્રયાસ કરી રહી છે.
ધૂળેટીના દિવસે બે મિત્રોએ મળી યુવકને દારૂ પીવડાવી પ્રાઇવેટ પાર્ટમાં ભરાવી દીધું વેલણ ને પછી......
ગાઝિયાબાદના બહાદુરગઢ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા એક ગામમાં દારૂના નશામાં બે મિત્રોએ એક યુવક સાથે કુકર્મ કર્યું. વધારે રક્તસ્ત્રાવના કારણે મેરઠની હોસ્પિટલમાં યુવકનું મોત થયું. જે બાદ પરિવારજનોએ મૃતદેહને બહાદુરગઢ પોલીસ સ્ટેશન લાવીને હંગામો કર્યો. પોલીસના આશ્વાસન પર પરિવારજનો શાંત પડ્યા. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.
બહાદુરગઢ પોલીસ સ્ટેશન અંતર્ગત આતાં એક યુવકે પોલીસને જણાવ્યું તે પરિવાર સાથે નોયડામાં રહે છે. તેનો નાનો ભાઈ ગામમાં એકલો રહે છે. ધૂળેટીના દિવસે સાંજે 8 કલાકે તેનો ભાઈ મકાનમાં ચીસો પાડતો હતો, તેનો અવાજ સાંભળીને પડોશી ત્યાં આવ્યા હતા. જ્યાં તેનો ભાઈ લોહીલુહાણ હાલતમાં મળ્યો હતો. આ અંગે પડોશીએ પોલીસને જાણ કરી હતી.
પોલીસે પહોંચીને તેના ભાઈની પૂછપરછ કરી. જેમાં તેણે જણાવ્યું કે, બે મિત્રોએ નશીલો પદાર્થ પીવડાવી શરાબના નશામાં તેની સાથે કુકર્મ કર્યું. તેમણે લાકડાનું વેલણ તેના પ્રાઇવેટ પાર્ટમાં ભારવી દીધું. તેણે ચીસો પાડતાં પડોશીઓને આવતાં જોઈ બંને આરોપી ભાગી ગયા. પોલીસે તેના ભાઈને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતો. જ્યાંથી તેને વધુ સારવાર અર્થે મેરઠ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
યુવકના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો અને ક્રોધિત થઈ ગયેલા ગ્રામ લોકો શબને લઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા. જ્યાં તેમણે હંગામો કરીને આરોપીને પકડવાની માંગ કરી. પોલીસે ટિંકુ ઉર્ફે રૂપેશ અને રાહુલ સામે કુકર્મ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને બંને આરોપીને પકડી આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કર્યા હતા.