શોધખોળ કરો
Advertisement
BSF જવાનને યુવતીએ શારીરિક સંબંધ બાંધવા આપ્યું નિમંત્રણ, જવાન શરીર સુખ માણવા પહોંચ્યો ને...
29મી નવેમ્બરે બીએસએફ જવાનને અલીગઢ બસ સ્ટેન્ડ પાસે છોકરીની લાલચ આપીને બોલાવાયો હતો. આ પછી જવાનનો વીડિયો બનાવીને પરિવારજનો પાસે રૂપિયા માંગી રહ્યા હતા.
અલીગઢઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં પોલીસે સેક્સ રેકેટ પકડી પાડ્યું છે અને કિડનેપ કરાયેલા બીએસએફ જવાન સજ્જનપાલસિંહને રેકેટમાંથી મુક્ત કરાવાયા છે. જવાનને હનીટ્રેપમાં ફસાવાયા હતા. આરોપીઓ જવાનને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને બ્લેકમેલ કરી રહ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, હનીટ્રેપના આરોપીઓ જવાન સજ્જનપાલસિંહની પત્નીને ફોન કરીને પહેલા 20 હજાર રૂપિયા અને પછી બે લાખ રૂપિયાની માંગણી કરી હતી. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે. જેમાં એક મહિલા પણ સામેલ છે. આ ગેંગ પાસેથી પોલીસની મોટી માત્રામાં કોંડોમ અને શક્તિવર્ધક દવાઓ તેમજ તમંચો અને કારતૂસ મળી આવ્યા છે.
આ મામલે જાણકારી આપતા એએસપી ગભાનાએ જણાવ્યું હતું કે, જવાનના દીકરા પંકજ કુમારે ફરિયાદ કરી હતી, જેમાં જણાવાયું હતું કે બીએસએફ જવાનનું અપહરણ કરાયું છે. હવે અપહરણકારો ફોન કરીને બે લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે.
ફરિયાદ પછી પોલીસે પૈસા માંગી રહેલા વ્યક્તિનો ફોન ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું હતું. નંબર ટ્રેસ કરીને પોલીસ અલીગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગાંધીપાર્ક વિસ્તારમાં પહોંચી હતી. અહીં શંકાને આધારે પોલીસે ધનીપુર બ્લોક સ્થિત એક મકાનમાં રેડ કરી હતી. રેડ પડતા જ અફરા-તફરી મચી ગઈ હતી. મકાનમાં અપહરણ કરાયેલો જવાન ઉપરાંત અન્ય કેટલાય લોકોને પોલીસે પકડ્યા હતા.
પોલીસે જવાનને તેના પરિવારને સોંપ્યો હતો અને પકડાયેલા લોકોની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તેમણે જણાવ્યું હતુ કે, તેઓ સેક્સ રેકેટ ચલાવતા હતા. તેમણે સ્વીકાર્યું હતું કે, 29મી નવેમ્બરે બીએસએફ જવાનને અલીગઢ બસ સ્ટેન્ડ પાસે છોકરીની લાલચ આપીને બોલાવાયો હતો. આ પછી જવાનનો વીડિયો બનાવીને પરિવારજનો પાસે રૂપિયા માંગી રહ્યા હતા. એટલું જ નહીં, તેને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement