Surat: 'તું મને બહુ ગમે છે મારે તારી સાથે રાત રહેવું છે', પરિણીતાને બ્લેકમેલીંગ કરી દુષ્કર્મ કર્યું
સુરતમાં SMCના સેનેટરી ઈન્સ્પેક્ટરે 37 વર્ષીય પરિણીતાને બ્લેકમેલીંગ કરી રેપ કરતા પોલીસ ફરિયાદ નોધાઈ છે. સલાબતપુરા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી છે.
સુરત: સુરતમાં SMCના સેનેટરી ઈન્સ્પેક્ટરે 37 વર્ષીય પરિણીતાને બ્લેકમેલીંગ કરી રેપ કરતા પોલીસ ફરિયાદ નોધાઈ છે. સલાબતપુરા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી છે. તું મને બહુ ગમે છે મારે તારી સાથે રાત રહેવું છે. કહી પાલિકાના કતારગામ ઝોનમાં સેનેટરી ઈન્સ્પેક્ટરે બારડોલીની 37 વર્ષીય પરિણીતાને બ્લેકમેલીંગ કરી રેપ કર્યો હોવાની વાત સામે આવી છે. જે મામલે પરિણીતાએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપતા પાલિકાના કર્મચારી ભીખુ મૂળજી અંજારા સામે રેપ અને ધમકીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.
આ બાબતે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, આરોપી સેનેટરી ઈન્સ્પેક્ટરના ઘરે એક વર્ષ પહેલા મહા શિવરાત્રિનો ધાર્મિક કાર્યક્રમ હતો. જેમાં સત્સંગ રખાતા મહિલા બન્ને દીકરીઓ સાથે આવી હતી. તે વખતે આરોપી સાથે મુલાકાત થઈ હતી. સેનેટરી ઈન્સ્પેક્ટરે પોતે એસએમસીનો અધિકારી હોવાની ઓળખાણ આપી મિત્રતા કરી મોબાઇલ નંબર આપલે કર્યો હતો. વાર-તહેવારમાં મહિલાના ઘરે મીઠાઈ લઈને જતો હતો. મહિલાનો પતિ અને દીકરીઓ બન્નેને ઓળખતા હતા અને ઘર જેવો સંબંધ હતો. તેણીનો પતિ નાઇટપાળીમાં નોકરી ગયો હતો તે વખતે મીઠાઈ આપવાના બહાને આવી મીઠી મીઠી વાતો કરી હાથ પકડી લીધો હતો.
આથી મહિલાએ તેને ધક્કો મારી દીધો હતો. પરિણીતાએ તેને કહ્યું કે, આ કેવી વાત કરો છો આપણે સત્સંગી છીએ આપણાથી આવું ન થાય ત્યારે આરોપીએ કહ્યું હતું કે, તુ મને બહુ ગમે છે મારે તારી સાથે રાત રહેવું છે' એમ કહીને ફરિયાદી મહિલા સાથે આરોપીએ શરીર સંબંધ બાંધ્યા હતા. એમ કરીને ફરિયાદી મહિલાના બંને બાળકોને ફરવા પણ લઇ જતો હતો. મહિલા ના કેહતી તેમ છતાં આરોપીએ અગાઉ ફરવા ગયેલા ફોટો તેના પતિ અને બીજાને બતાવી બદનામ કરવાની ધમકી આપી બળજબરી કરી તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બ્લેકમેલીંગ કરી આરોપી પરિણીતા પર વારંવાર બળાત્કાર કરતો હતો.
આ ઉપરાંત આરોપી સેનેટરી ઈન્સ્પેક્ટરે પરિણીતાને નોકરી અને લગ્નની લાલચ આપી અલગ-અલગ જગ્યાઓ પર બોલાવતો હતો. જેમાં સુરત ટેક્ષટાઇલ માર્કેટની સામે બ્રીજની નીચે પાલિકાના શૌચાલયની બાજુમાં એક રૂમ આવેલો છે. જેમાં પાલિકાનાકર્મીએ પરિણીતાને દબાણ કરી બોલાવી બળાત્કાર કરતો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.