માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી, કોર્ટે નરાધમને આજીવન કેદ ફટકારી
માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં મોરબી કોર્ટ નરાધમને આજીવન કેદની સજા ફટકારી છે. સ્પેશ્યલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજની કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
મોરબી: માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ કરવાના કેસમાં મોરબી કોર્ટ નરાધમને આજીવન કેદની સજા ફટકારી છે. સ્પેશ્યલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજની કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. ભોગ બનનાર યુવતીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની દિકરી માનસિક અસ્થિર માસિક ધર્મમાં ન થતા મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને તે ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. એક યુવકે દિકરીની મરજી વિરુદ્ધ ત્રણ મહિના પહેલા દુષ્કર્મ કરી ધમકી આપી હતી. જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે તપાસ કરી ગુનો નોંઘ્યો હતો.
આ સમગ્ર કેસની વિગતો અનુસાર ગત તારીખ 08-07-2022ના રોજ ભોગ બનનાર યુવતીની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની દિકરી માનસિક અસ્થિર માસિક ધર્મમાં ન થતા મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને તે ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. જેથી દિકરીની ઈજ્જત કોઈએ લૂંટી હોવાનું લાગતા તે અંગે તપાસ કરી હતી. તપાસ કરતા એક યુવકે દિકરીની મરજી વિરુદ્ધ ત્રણ મહિના પહેલા દુષ્કર્મ કરી ધમકી આપી હતી. જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસે તપાસ કરી ગુનો નોંઘ્યો હતો.
આરોપીને આજીવન કેદની સજા અને 2 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો
આ કેસમાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. જે કેસ મોરબી કોર્ટમાં ચાલતા મદદનીશ સરકારી વકીલે આરોપી વિરુદ્ધ 11 મૌખિક પૂરાવા રજૂ કર્યા હતા જેને ધ્યાને લઈ કોર્ટે આરોપીને સજા ફટકારી હતી. કોર્ટ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (2)(એલ) મુજબ ગુનામાં આરોપીને આજીવન કેદની સજા અને 2 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો હતો. દંડ ભરવામાં કસુર થયે 3 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. તેજમ એટ્રોસિટી એક્ટની કલમ મુજબ આરોપીને 10 વર્ષની સખ્ત કેદની સજા અને 1 લાખનો દંડ અને દંડ ના ભરે તો એક વર્ષની સખ્ત કેદની સજા પટકારી છે. આરોપીને કરવામાં આવેલી દંડની રકમ કુલ 3 લાખ ભોગ બનનાર યુવતીને વળતર પેટે ચૂકવી આપવા કોર્ટ હુકમ કર્યો છે. તેમજ આ હુકમની એક નકલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીને ગુજરાત વિક્ટીમ કમ્પેઝીશન સ્કીમ 2019 અંતગર્ત ભોગ બનનારને મળવા પાત્ર વળતર ચૂકવવા સંબંધે જરુરી કાર્યવાહી અર્થે મોકલી આપવા આદેશ કરાયો છે.