Crime News: સાબરકાંઠામાં ક્રૂરતાની હદ વટાવી, અજાણ્યા શખ્સો ગૌ માતાનું ગળું કાપીને પોતાની સાથે લઈ ગયા
વડાલીના નાદરી ગામની સીમમાં બનેલી ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ, પોલીસ તપાસ શરૂ.

Cow slaughter Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નાદરી ગામે એક અત્યંત ક્રૂર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નાદરી ગામની સીમમાં આવેલા ગાયોના તબેલામાં અજાણ્યા શખ્સોએ એક ગૌ માતાનું ગળું કાપી નાંખ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને સ્થાનિક લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નાદરી ગામની સીમમાં એક તબેલામાં ગાયો બાંધેલી હતી. મોડી રાત્રે અથવા વહેલી સવારે અજાણ્યા શખ્સો (Unidentified men kill cow) તબેલામાં ઘૂસી ગયા હતા અને ત્યાં બાંધેલી એક ગાયનું તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી (Cow killed in Gujarat) નાંખ્યું હતું. આટલું જ નહીં, ક્રૂરતાની હદ વટાવતા આ શખ્સો ગાયનું માથું પણ કાપીને પોતાની સાથે લઈ ગયા હતા.
આ ગૌ હત્યાની ઘટનાની જાણ થતાં જ નાદરી ગામમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું. સ્થાનિક લોકો અને ખાસ કરીને ધાર્મિક સંગઠનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગૌ હત્યાને એક અત્યંત નિંદનીય કૃત્ય ગણાવીને લોકોએ તાત્કાલિક આરોપીઓને પકડીને કડક સજા કરવાની માંગ કરી છે.
ઘટનાની જાણ થતાં જ વડાલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને આસપાસના લોકોની પૂછપરછ કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વડાલી પોલીસે અજાણ્યા શખ્સોની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. પોલીસ આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસી રહી છે, જેથી આરોપીઓ અંગે કોઈ કડી મળી શકે.
છેલ્લા કેટલાક સમયથી આવા અસામાજિક તત્વો દ્વારા પશુઓ (Sabarkantha crime news) પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે, જેને લઈને લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. નાદરી ગામમાં બનેલી આ ઘટનાએ તો ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. સ્થાનિક લોકો પોલીસ પાસેથી ત્વરિત કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે આવા કૃત્યો કરનારાઓને કાયદાનું કડક પાલન કરાવીને સજા આપવામાં આવે. વડાલી પોલીસ દ્વારા આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
