શોધખોળ કરો

Tapi: સોનગઢના સાતકાશી ગામે પિતાએ પુત્રની કુહાડીના ઘા ઝીંકી કરી હત્યા,કારણ જાણીને ચોંકી જશો

Tapi News: પુત્ર નોકરી કે કામધંધો કરતો નહોતો જેને લઈ બાપ દીકરા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.

Tapi News: તાપી જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોનગઢના સાતકાશી ગામે પિતાએ પુત્રની  હત્યા કરી છે. પુત્ર નોકરી કે કામધંધો કરતો નહોતો જેને લઈ બાપ દીકરા વચ્ચે અવારનવાર ઝઘડો થયા કરતો હતો. પિતાએ નજીવી બાબતે ઝઘડો થતાં આવેશમાં આવી જઈ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આરોપી પિતાની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સોનગઢના સાતકાશી ગામે ટાંકી ફળિયામાં રહેતા મનુભાઈ ફૂલસિંગભાઈ વસવાને તેના પુત્ર અમિત વસાવા સાતે અવારનવાર ઝઘડો થતો હતો. જેથી પુત્રને ગમતું નહોતું. ત્રણ દિવસ પહેલા પણ બાપ-દીકરા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ પિતા મનુભાઈ વસાવાએ ઉશ્કેરાઈને પુત્રને ગળા, માથા, છાતી તેમજ હાથના ભાગે કુહાડીના ઘા મારતાં ગરંભીર રીતે ઘાયલ થયો હતો. જેનું થોડા સમયમાં મોત નીપજ્યું હતું.

BMW હિટ એન્ડ રન કેસમાં આરોપીની કેવી છે ક્રાઈમ કુંડળી ?

અમદાવાદ હિટ એન્ડ રન કેસમાં સોલા પોલીસ સ્ટેશનમાં સત્યમ શર્મા વિરુદ્ધ દાખલ થયેલા દારૂ અંગેના ગુના અને અન્ય ગુનાહિત ઇતિહાસ બાબતે A ડિવિઝનના એસીપી ગુરપ્રીત સિંઘ સ્યાને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું, સત્ય શર્મા વિરુદ્ધ ત્રણ ગુના દાખલ કરાયા છે. ડિસેમ્બર 2022માં સત્યમ શર્મા વિરુદ્ધ મારપીટનો ગુનો દાખલ કરાયો હતો. અગાઉ પણ તેણે જાહેરનામાનો ભંગ કર્યો હતો. સત્યમ શર્માની અગાઉ પણ બે વખત ધરપકડ થઈ ચુકી છે. ઉલ્લેખનીય છે કે 36 કલાક બાદ પણ પોલીસને સત્યમ શર્મા હાથ નથી લાગ્યો. સત્યમ શર્માના પિતા શ્રીક્રિષ્ના શર્મા ગઈકાલે અંડરગ્રાઉન્ડ થયા બાદ આજે મીડિયા સમક્ષ આવ્યા હતા.

બીએમડબલ્યુ કાર ચાલકના પિતા શ્રીક્રિષ્ન શર્માએ જણાવ્યું, જે લોકો ઇજાગ્રસ્ત છે તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી ઇશ્વરને પ્રાર્થના. તેમનો પુત્ર બહાર હોવાની વાત કહી કહ્યું, જે થવાનું હતું તે થઇ ગયું છે,  ભગવાન ઇજાગ્રસ્તને જલ્દી સાજા કરે. મારા પુત્રનો સંપર્ક થશે તો અમે હાજર કરીશું.

અમદાવાદ શહેરમાં ઝાયડસ હોસ્પિટલથી સિસ્મ હોસ્પિટલ જવાના રસ્તા પર એક પુરપાટ ઝડપે આવતી BMW કારે એક દંપતીને અડફેટે લેતા દંપતી ફંગોળાઈને રસ્તા પર પટકાયું હતું. આ અકસ્માતમાં દંપતિ ગંભીર રીતે ઘાયલ થતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની પ્રાથમિક માહિતી પ્રમાણે સિસ્મ હોસ્પિટલ જવાના રસ્તે બ્રિજ પરથી એક નશામાં ધૂત યુવાન પુરપાટ ઝડપે કાર હંકારીને આવતી પહેલા એક કાર સાથે અથડાયા બાદ રોડની સાઈડમાં ચાલી રહેલા એક દંપતીને અડફેટે લીધુ હતું. આ અકસ્માત બાદ રાહદારીઓએ કાર ચાલકનો પીછો કર્યો હતો પણ કાર ચાલક કાર ખુલ્લા ખેતરમાં મૂકીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના કહેવા પ્રમાણે કાર ખુબ જ ઓવર સ્પીડમાં આવી રહી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યોMehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ
Embed widget