Crime News: જૂનાગઢમાં મોડી રાત્રે યુવકની હથિયારના ઘા ઝીંકી કરાઈ હત્યા, જાણો શું હતું કારણ
Crime News: મોડી રાત્રે પાર્ટીમાં બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકનું નામ જયેશ હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Junagarh News: જૂનાગઢમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે ધરાર નગર વિસ્તારમાં યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાની પ્રાથમિક માહિતી મળી છે. મોડી રાત્રે પાર્ટીમાં બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકનું નામ જયેશ હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અનાર પટેલે કરી ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હજી જાહેર નથી થઈ ત્યાં જ દિગ્ગજ રાજકીય નેતાઓના આંટાફેરાથી રાજ્યમાં ચૂંટણી માહોલ ઉભો થયો છે. આ દરમિયાન અનાર પટેલ કાગવડ ખોડલધામમાં માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. દર્શન બાદ તેમણે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે ચર્ચા કરી હતી. અનાર પટેલ ગુજરતાના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલની દીકરી છે. અનાર પટેલ અચાનક ખોડલધામ દર્શને આવતા અને નરેશ પટેલ સાથે બેઠક કરતાં રાજકીય ચર્ચા શરૂ થઈ છે. જોકે તેમણે માત્ર દર્શન માટે આવ્યા હોવાનું અને કોઈ જ રાજકીય ચર્ચાઓ ન થઈ હોવાનું કહ્યું હતું.
માતરના ઉંઢેરા ગામમાં ગરબા દરમિયાન બબાલ, પથ્થરમારામાં બે પોલીસકર્મી ઘાયલ
ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેરા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારાની ઘટના બની છે. નવરાત્રીના તહેવારમા ગરબા રમવા બાબતે એક સમુદાયના 150 થી 200 લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. તુળજા માતાના મંદિર પાસે અંદાજે 300 જેટલા ગરબા રમી રહેલા લોકો પર પથ્થરમારો કરાયો. માતર પોલીસ,ખેડા LCB, SOG ની ટીમ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પથ્થરમારાની ઘટના માં 6 થી 8 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. ઘટનાના પગલે ખેડા ડીએસપી રાજેશ ગઢીયા, ખેડા Dysp વી.આર.બાજપાઈ , માતર મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઉંઢેરા ગામે દોડી આવ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસની હાજરીમાં કરવામાં આવેલા પથ્થરમારા માં બે જેટલા પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકનો કહેવા મુજબ, અહીંયા ગરબા નહીં રમવાના તેમ કહી પથ્થરમારો કરાયો હતો.ગુજરાતના વડોદરામાં ગરબા બાદ બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટના સાવલીની છે જ્યાં બે જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો, જેની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘણા લોકોની અટકાયત કરી હતી. સાથે જ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.