Dahod: કંબોઈ ગામે સસરા અને વહુએ આપઘાત કરતાં ચકચાર, જાણો વિગત
Crime News: સસરા અને વહુએ વૃક્ષ પર દોરડું બાંધી આપઘાત કર્યો છે. બંને એક દોરડા પર સાથે લટકતાં જોવા મળ્યા બાદ પોલીસને જાણ કરાઈ હતી.
Dahod: દાહોદના કંબોઈ ગામે ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. સસરા અને વહુએ પ્રેમ સંબંધમાં આપઘાત કરતાં ચકચાર મચી ગઈ છે. સસરા અને વહુએ વૃક્ષ પર દોરડું બાંધી આપઘાત કર્યો છે. બંને એક દોરડા પર સાથે લટકતાં જોવા મળ્યા બાદ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ઉતારી પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા.
વડોદરા નજીક રહેતી 22 વર્ષની યુવતીને નોકરીની લાલચ આપી બે સંતાનના પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે કપુરાઇના શખ્સની અટકાયત કરી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે વડોદરા નજીક રહેતી એક યુવતીને નોકરીની જરૃર હોવાથી તેને મિત્રોને જાણ કરી હતી. કપુરાઇ ખાતે રહેતાં ધર્મેન્દ્ર ઉદેસિંહ ડાભી પણ પરિચીત હોવાથી તેને પણ યુવતીએ નોકરી હોય તો પોતાને જણાવવા કહ્યું હતું. થોડા દિવસો પહેલાં ધર્મેન્દ્રએ યુવતીને પાણીગેટ વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાને યુવતીને બોલાવી હતી. ધર્મેન્દ્રએ યુવતીને જણાવેલ કે અમારી દુકાનમાં માત્ર જેન્ટસને રાખીએ છીએ પરંતુ બીજી કોઇ જગ્યાએ યુવતીની જરૃર હશે તો તને જણાવીશ. બાદમાં ધર્મેન્દ્ર અને યુવતી સાથે વાતચીત થતી હતી. ધર્મેન્દ્રએ યુવતીને ફરીથી ફોન કરી હોલાવી હતી અને એક ગારમેન્ટની દુકાનમાં યુવતીની જરૃરિયાત છે તને ઇચ્છા હોય તો આગળ વાત કરું તેમ જણાવ્યું હતું. બાદમાં ધર્મેન્દ્ર યુવતીને લઇને એક દુકાનમાં લઇ ગયો હતો અને આ દુકાનની ઓફિસમાં યુવતીને ધમકી આપી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ધર્મેન્દ્રએ બાદમાં યુવતીને પોલીસ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. યુવતી ધમકીને વશ થઇ ન હતી અને તેને અભયમને જાણ કરી હતી બાદમાં પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ધર્મેન્દ્રની અટકાયત કરી હતી. પોલીસ પૂછપરછમાં ધર્મેન્દ્ર બે સંતાનોનો પિતા હોવાનું બહાર આવ્યું છે.
વડોદરાના આટલાદરા વિસ્તારમાં એક આધેડનો મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. અટલાદરાના તળાવમાં આજે વહેલી સવારે એક પુરુષની લાશ જોવા મળતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન મરનારનું નામ જયેશ પટેલ હોવાનું અને તે નજીકમાં આવેલી અક્ષરદીપ સોસાયટીમાં રહેતો હોવાની વિગતો ખૂલી હતી. છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ જયેશની સારવાર પણ ચાલતી હતી. ગઈકાલે મોડીરાતે તે ઘરમાંથી નીકળી ગયો હોવાની વિગતો જાણવા મળી છે.