Crime: કુતરા માટે થઇ જોરદાર લડાઇ, તો ગુસ્સે ભરાયેલા પ્રેમીએ પ્રેમિકાની માં ને મારી દીધી ગોળી, ફરાર
ઉલ્લેખનીય છે કે, કપલ લિવ-ઈન રિલેશનશિપમાં હતું. આ ઘટના બાદ આરોપી ફરાર છે. દિલ્હી પોલીસ અત્યારે આ મામલાની તપાસ કરી રહી છે.
Delhi News: દેશની રાજધાનીના મધ્ય દિલ્હી વિસ્તારમાં કુતરાને લઇને એક મોટો વિવાદ સર્જાઇ ગયો છે. કુતરાની લડાઇમાં એક વ્યક્તિને એટલો બધો ગુસ્સો આવી ગયો કે, તેને પોતાની પ્રેમિકાની માંને જ ગોળી મારી દીધી. આ ઘટના મધ્ય દિલ્હીના દેશ બંધુ ગુપ્તા રૉડ વિસ્તારની છે. ખરેખરમાં, કુતરાને લઇને થયેલા વિવાદ બાદ એક વ્યક્તિએ પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો. તથાકથિત રીતે તેને આક્રોશમાં આવીને પ્રેમિકાની માં ને જ ગોળી મારી દીધી હતી. પીડિત મહિલાની સારવાર માટે હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી છે. મહિલાની સ્થિતિ ખતરામાંથી બહાર છે અને તે સારવાર હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે, કપલ લિવ-ઈન રિલેશનશિપમાં હતું. આ ઘટના બાદ આરોપી ફરાર છે. દિલ્હી પોલીસ અત્યારે આ મામલાની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, આ મામલામાં ફરાર આરોપી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે અને પોલીસ સ્ટેશન આરોપીને ધરપકડ કરવામાં લાગી છે. પીડિત મહિલા ખતરાની બહાર છે. હાલમાં તેની હૉસ્પીટલમાં સારવાર ચાલી રહી છે.
A man allegedly shot his girlfriend's mother following an argument over a dog in Central Delhi's Desh Bandhu Gupta Road area yesterday. The victim woman is out of danger and under treatment. The couple was in a live-in relationship. The accused is absconding and a probe into the…
— ANI (@ANI) April 9, 2023
ફાયરિંગ કરીને આરોપી ફરાર થયો -
વળી, દેશબંધુ ગુપ્તા રૉડ પોલીસનું કહેવું છે કે, આરોપી વ્યક્તિ મધ્ય દિલ્હીના દેશબંધુ ગુપ્તા રૉડ વિસ્તારમાં તેની ગર્લફ્રેન્ડ સાથે લિવ-ઈનમાં રહેતો હતો. ગઇરાત્રે એટલે કે, 8મી એપ્રિલની રાત્રે તેનો તેની ગર્લફ્રેન્ડની માતા સાથે કુતરાને લઈને વિવાદ થયો હતો. બાદમાં આ તકરાર એટલી બધી વધી ગઇ કે, આરોપી વ્યક્તિ પોતાનો પિત્તો ગુમાવી બેઠો, અને તે ગુસ્સો આવીને તેને પોતાની ગર્લફ્રેન્ડની માતાને ગોળી મારી દીધી. આ પછી તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ પીડિત મહિલાને નજીકની હૉસ્પીટલમાં ભરતી કરવામાં આવી હતી. દેશબંધુ ગુપ્તા રૉડ પોલીસ સ્ટેશને આ મામલે કેસ નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે, પોલીસ તપાસ કરી રહી છે, જોકે, આરોપી હજુ પણ પોલીસ પકડની બહાર છે.