દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ જતાં પુરુષ મહિલાનો વેશ ધારણ કરીને ઘૂસ્યો રૂમમાં ને.....
બે દિવસ પહેલા તેણે પીડિતાના ઘરમાં ઘૂસીને પીડિતા અને તેની બહેર પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં પીડિતાનું મોત થયું હતું, જ્યારે તેની નાની બહેનની સારવાર ચાલી રહી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
સિરોહીઃ રાજસ્થાનના સિરોહીમાં જામીન પર જેલમાંથી બહાર આવેલા દુષ્કર્મના આરોપીએ પીડિતાની ચાકુ મારીને હત્યા કરી હતી. પીડિતાએ ગત વર્ષે આરોપી સામે કેસ નોંધાવ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધો હતો. તાજેતરમાં જ આરોપી જામીન પર બહાર આવ્યો હતો.
બે દિવસ પહેલા તેણે પીડિતાના ઘરમાં ઘૂસીને પીડિતા અને તેની બહેર પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં પીડિતાનું મોત થયું હતું, જ્યારે તેની નાની બહેનની સારવાર ચાલી રહી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ મામલો સિરોહી જિલ્લાના અનિદ્રા વિસ્તારના નાદાણી ગામનો છે. અહીંયા રહેતા એક મહિલાના પતિનું 2017માં મોત થયુ હતું. જે બાદ આરોપીએ મહિલા પર દુષ્કર્મની કોખશિશ કરી હતી. મહિલાએ તે સમયે પણ તેની સામે ફરિયાદ નોંધાવી હતી. પતિના મોત બાદ મહિલાએ આંગણવાડી કાર્યકર્તા તરીકે કામ કરતી હતી. ગત વર્ષે આરોપીએ ફરીથી મહિલા સાથે દષ્કર્મની કોશિશ કરી હતી. જે બાદ મહિલાએ કેસ નોંધાવાતા પોલીસે તેની ધકપકડ કરીને જેલમાં મોકલી દીધો હતો.
તાજતેરમાં આરોપી જામીન પર બહાર આવ્યો હતો અને જે બાદ મહિલાને પરેશાન કરતો હતો. પરંતુ જ્યારે તેના ઇરાદા સફળ ન થતાં લાગ્યા ત્યારે મહિલાની હત્યા કરવાનો ફેંસલો કર્યો હતો. એક દિવસ આ વિધવા મહિલા પોતાની બહેન સાથે ઘરમાં ઉંઘતી હતી ત્યારે મહિલાનો વેશ ધારણ કરીને આરોપી ઘરમાં ઘૂસ્યો હતો અને ચપ્પુ વડે બંને બહેનો પર હુમલો કર્યો હતો. જેમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન પીડિતાનું મોત થયું અને તેની બહેનની હાલ સારવાર ચાલી રહી છે. બંને પર હુમલો કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો પરંતુ થોડા જ કલાકમાં પોલીસે તેને ઝડપી લીધો હતો.
Corona Vaccine: કોરોનાની આ રસી તમામ વેરિયન્ટ સામે 90 ટકા છે અસરદાર, જાણો કોણે કર્યો દાવો





















