CRIME NEWS: ગીર સોમનાથમાં પૂર્વ કોન્સ્ટેબલની હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ, ગામમાં પોલીસના ધાડેધાડા ઉતર્યા
ગીર સોમનાથ: સીમાસી ગામે પૂર્વ કોન્સ્ટેબલની બાઇકને ટ્રક ચાલક કચડી હત્યા કરાયાની ફરિયાદ ગીર ગઢડા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગીર સોમનાથ: સીમાસી ગામે પૂર્વ કોન્સ્ટેબલની બાઇકને ટ્રક ચાલક કચડી હત્યા કરાયાની ફરિયાદ ગીર ગઢડા પોલીસમાં નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગત 18 ડિસેમ્બરે ગીર ગઢડા તાલુકાના સીમાસી ગામે બ્રિડજ પર ટ્રક અને બાઇકનો અકસ્માત થયો હતો જેમાં એક પૂર્વ પોલીસકર્મીનું મોત થયું હતું. જો કે આ અકસ્માત ન હોવાનું અને સાજીસ રચી હત્યા કરાય હોવાની ફરિયાદ ગીર ગઢડા પોલીસમાં મૃતકના પરિવારજનોએ નોંધાવતા ખળભળાટ મચ્યો છે.
આ ફરિયાદ બાદ ગીર ગઢડાના સીમાસી ગામમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે. સોમાસી ગામે જે અકસ્માતની આડમા હત્યા કરાય હોવાની ફરિયાદ નોંધાય છે તેમાં જાણવા મળ્યું છે કે ટ્રક ચાલકે જાણી જોઈને બાઇકને કચડી અને રફીક હુસેન વાંકોટની હત્યા કરી. રફીક હુસેઇન વાંકોટ 2011મા પોલીસ કોન્સ્ટેબલ તરીકે સેવામાં લાગ્યા હતા. બાદમાં તેમને બે જ મહિનામાં રિઝાઇન આપ્યું અને ત્યાર બાદ તે આઇપીએસની તૈયારી કરતા હોવાનું મનાય રહ્યું છે.
અકસ્માતની આડમાં કેમ હત્યા કરવામાં આવી, આ સવાલના જવાબમાં પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે અહીં 8 મહિના પહેલા મૃતકને આરોપીના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં 2 ના મોત થયા હતા. જે મનદુઃખના કારણ રફીક વાંકોટની અકસ્માતમાં હત્યા કરાઈ હોવાનું મનાઈ રહ્યું છે.
પરિણીત મહિલા પ્રેમી સાથે રૂમમાં કરી રહી હતી રોમાન્સ
બિહારના સારણ જિલ્લામાં એક પરિણીત મહિલાના તેના પ્રેમી સાથે લગ્ન કરાવ્યાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, મહિલાના લગ્ન પહેલાથી જ પ્રેમ સંબંધ હતા. તે છૂપી રીતે તેના પ્રેમીને મળતી હતી. બુધવારે મહિલાએ તેના પ્રેમીને પોતાના ઘરે બોલાવ્યો હતો. આ દરમિયાન સાસરિયાઓએ તેને તેના પ્રેમી સાથે બંધ રૂમમાં રંગે હાથે ઝડપી લીધી હતી. લોકોએ પહેલા પ્રેમીને માર માર્યો હતો અને બાદમાં ગામલોકોએ બંનેના લગ્ન કરાવી દીધા હતા.
ગ્રામજનોનું કહેવું છે કે પ્રેમી ધર્મેન્દ્ર ભેલ્દી અરણા ગામનો રહેવાસી છે અને પ્રેમિકા પુનિતા ઉર્ફે પિંકીના લગ્ન ત્રણ વર્ષ પહેલા મારડ ચકસહબાજ ગામના રહેવાસી અમરેશ કુમાર સાથે થયા હતા. અમરેશ કામના કારણે ગામની બહાર રહે છે અને પિંકી તેના વૃદ્ધ સાસુ-સસરા સાથે તેના સાસરે રહે છે.
પિંકીને લગ્ન પહેલા પ્રેમસંબંધ હતો. પિંકીના સાસરિયાઓએ જણાવ્યું હતું કે બંને પહેલા ભાગી ગયા હતા. પરંતુ સ્થાનિક લોકો અને પોલીસની સહમતિથી મામલો થાળે પડ્યો હતો. પરંતુ બુધવારે બંને એક સાથે ઝડપાઈ જતાં મામલો ખૂબ જ ગંભીર બની ગયો હતો.
ગ્રામજનોનું કહેવું છે કે પિંકી અવારનવાર તેના પ્રેમી ધર્મેન્દ્રને તેના ઘરે મળવા બોલાવતી હતી. પરંતુ બુધવારે બપોરે બંને બંધ રૂમમાં ઝડપાઈ ગયા હતા. જે બાદ પ્રેમી ધર્મેન્દ્રને માર માર્યો હતો અને તેને બંધક બનાવી લીધો હતો. સાસરિયાઓએ બંનેના સગા-સંબંધીઓને બોલાવીને લગ્ન કરાવ્યા હતા. પિંકીએ જણાવ્યું કે ધર્મેન્દ્ર સાથે તેના 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. પિંકીનો ભાઈ તેના પર ગુસ્સે થયો અને તેણે તેને પોતાની બહેન તરીકે સ્વીકારવાની ના પાડી. તેણી કહે છે કે પહેલા તે મારી બહેન હતી, પરંતુ આ કૃત્ય પછી તે હવે મારી બહેન નથી રહી. પુનિતાના સસરાએ કહ્યું કે તેમણે તેમની ઈચ્છા મુજબ તેમના લગ્ન કરાવ્યા હતા.