CRIME NEWS: અમદાવાદમાં લોહીના સંબંધો લજવાયા, પિતાએ 8 વર્ષની સગી દીકરી પર આચર્યું દુષ્કર્મ
CRIME NEWS: અમદાવાદમાં લોહીના સંબોધોને કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. પિતાએ આઠ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
CRIME NEWS: અમદાવાદમાં લોહીના સંબોધોને કલંક લગાવતો કિસ્સો સામે આવ્યો છે. પિતાએ આઠ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. માતા બહાર ગઈ હતી ત્યારે પિતાએ એકલતાનો લાભ ઉઠાવીને બાળકીને પીંખી નાખી. સગી દીકરી સાથે દુષ્કર્મ આચરતા લોકોએ ફિટકાર વરસાવી છે. દીકરી બીમાર પડતા હોસ્પિટલ લઈ જતા પિતાએ કરેલા કરતુતનો ભાંડો ફૂટ્યો હતો. જે બાદ કૃષ્ણનગર પોલીસે પિતા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લગ્નેતર સંબંધ છુપાવવા માટે પત્નીએ પ્રેમી સાથે મળી કરી પતિની હત્યા
અમદાવાદના નિકોલમાં પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખ્યાની ઘટના બની છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો પત્ની તેના પતિની ગેરહાજરીમાં બાળકોને છોડીને પ્રેમી સાથે ફરવા જતી રહી હતી. આ ઘટનાની જાણ યુવકે તેના પિતાને પણ કરી હતી. પ્રેમી અને પ્રેમિકાને ડર હતો કે, આ વાત મૃતક યુવક દ્રારા વધુ ખુલ્લી પડશે આ ડરના કારણે પત્નીના પતિએ પ્રેમીને મળવા બોલાવ્યો અને દગો કરીને તેની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી અને લાશ કૂવામાં ફેકી દીધી. યુવક લાપતા હોવાની ફરિયાદ થતાં પોલીસે તપાસ કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો.
શહેરના નિકોલ વિસ્તારમાં એક યુવકની અન્ય કોઈએ નહીં પણ પત્નીએ તેના પ્રેમી અને એક યુવતી સાથે મળી હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. મૃતક યુવક રાજસ્થાન ફરવા ગયો ત્યારે તેની પત્ની બાળકોને મૂકી પ્રેમી સાથે ફરવા જતી રહેતી હતી. જેની જાણ યુવકે તેના પિતાને કરી હતી. બાદમાં પત્નીના પ્રેમીએ મૃતકને આ વાત કોઈને ન કરવા ધમકી આપી હતી. બાદમાં આ ડરથી પત્નીના પતિને પ્રેમીએ મળવા બોલાવી છરી વડે હત્યા કરી લાશ કૂવામાં ફેંકી દીધી હતી. મૃતક યુવક ગુમ હોવાની પોલીસ તપાસ કરતા આ ભાંડો ફૂટી ગયો હતો. જેથી નિકોલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ગૂનાની કબુલાત બાદ નિકોલ તથા કૃષ્ણનગર પોલીસની ટીમ આ કુવા ઉપર પહોંચી હતી અને ત્યાં મહેશ ઉર્ફે મયુરની લાશ મળી આવતા તેને બહાર કાઢી હતી. આમ ત્રણ લોકોએ મહેશની હત્યા કરી અને લાશ કુવામાં નાખી દીધી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં CNG પંપ પાસે એક ચપ્પુના ઘા ઝિંકી કરાઇ હત્યાં
સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાંCNG પંપ પાસે એક યુવકની નિર્મમ હત્યા કરી દેવાઇ છે. હત્યારો હાથમાં ચપ્પુ લઇને આવ્યો હતો અને ધડાધડા યુવક પર ચપ્પુ વડે ઘા ઝીંક્યાં હતા. યુવકનું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જો કે હત્યારાને પોલીસ પકડી શકી ન હતી. હત્યારો ઘટના બાદ ત્યાંથી ફરાર થઇ ગયો છે. . પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીને શોધવા માટે ચક્રોગતિમાન કર્યાં છે.