Crime News: પત્નિ પ્રેમી સાથે શરીર સુખ માણવામાં હતી વ્યસ્ત, પતિ જોઈ ગયો ને પછી.....
Crime News: રસ્તામાંથી પતિનો કાંટો હટાવવા અર્જુન યાદવે ગમછાથી ગળું દબાવીને તેની હત્યા કરી નાંખી. બંને આરોપી એક વર્ષથી ફરાર હતા.
Crime News: ગાઝિયાબાદમાં એક વર્ષ પહેલા થયેલી યુવકની હત્યાનો મામલો પોલીસે ઉકેલી નાંખ્યો છે. હત્યા બાદ ફરાર પત્ની અને તેના પ્રેમીની પોલીસની શનિવારે પાનીપતથી ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, પત્ની તથા પ્રેમીના શરીરી સંબંધની પતિને જાણ થઈ ગઈ હતી. જે બાદ રસ્તામાંથી પતિનો કાંટો હટાવવા અર્જુન યાદવે ગમછાથી ગળું દબાવીને તેની હત્યા કરી નાંખી. બંને આરોપી એક વર્ષથી ફરાર હતા.
શું છે મામલો
24 ફેબ્રુઆરી 2021ના રોજ સાહિબાબાદ રેલવે સ્ટેશન નજીક આવેલા નાળામાં આ યુવકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે શબની ઓળખ કરવા માટે તેનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. ઓગસ્ટે 2021માં મૃતકની ઓળખ અર્જુન યાદવ તરીકે થઈ હતી. તે પત્ની અને ત્રણ બાળકો સાથે સાહિબાબાદ સ્થિત ગોવિંદરામના મકાનમાં ભાડે રહેતો હતો. પરંતુ પોલીસ જ્યારે અહીં પહોંચી ત્યારે અર્જુનની પત્ની સ્થળ પરથી ફરાર થઈ ગઈ હતી.
અર્જુની પત્ની તેના પ્રેમી બબલુ ઉર્ફે કમરુદ્દીન સાથે ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ બંનેને શોધી રહી હતી. પોલીસે મહિલા અને તેની પ્રેમિકાની ધરપકડ માટે 20-20 હજાર રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યુ હતું.
પોલીસે શું કહ્યું
પોલીસના કહેવા મુજબ 21 ફેબ્રુઆરી 2021ના રોજ અર્જુનની હત્યા બાદ આશાએ 23 ફેબ્રુઆરીની રોજ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 24 ફેબ્રુઆરીએ સાહિબાબાદ ગામમાં પોલીસને લાશ મળી હતી. જેને લઈ આશાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી પરંતુ તેણે લાશ ઓળખવાની ના પાડી હતી. જે બાદ પોલીસે લાશને લાવારિસ માનીને અંતિમ સંસ્કાર કરી દીધા હતા. જે બાદ આશા બાળોકને સાસરિમાં મુકીને પ્રેમી સાથે લાપતા થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ