Gujarat Crime : પરણીતા સાથે પહેલા રીક્ષા ચાલક ને પછી અન્ય બે લોકોએ પણ પરાણે બાંધ્યા શારીરિક સંબંધ, પતિને ખબર પડી ને પછી....
શ્રમિક પરિણીતા સાથે પરિચિત અને રિક્ષાચાલક દ્વારા દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. બાંધકામ સાઇટ પર રૂમમાં ઘુસી જઈ જબરદસ્તી દુષ્કર્મ કર્યું હતું. આ સમયે પતિ આવી પહોંચતા હોબાળો મચી ગયો હતો.
સુરતઃ શ્રમિક પરિણીતા સાથે પરિચિત અને રિક્ષાચાલક દ્વારા દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી છે. બાંધકામ સાઇટ પર રૂમમાં ઘુસી જઈ જબરદસ્તી દુષ્કર્મ કર્યું હતું. આ સમયે પતિ આવી પહોંચતા હોબાળો મચી ગયો હતો. આ સમયે આરોપીએ પતિ અને પત્નીને મારી નાખવાની ધમકી આપી હતી. બાંધકામ સાઇટ પર સાથે મજૂરી કરતા કલામખાને દુષ્કર્મ આચર્યું હતું.
કલામખાન બાદ રિક્ષાચાલક અને અન્ય સહકર્મીએ પણ જબરજસ્તી દુષ્કર્મ કર્યું હતું. ધાકધમકી આપી હૈદરાબાદ લઈ જઈને પણ જબરદસ્તી કરી હતી. પાલ પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. દુષ્કર્મના અઠવાડિયા બાદ શ્રમિક મહિલા દ્વારા ફરિયાદ નોંધાવાઈ.
મહેસાણાઃ ઊંઝા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ થતાં ખળભળાટ મચી ગયો છે. 13 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ થયું છે. કિશોરીના ઘરમાં પ્રવેશી દુષ્કર્મ આચર્યું હતું. જોડે ભાગી જવા દબાણ કરી કિશોરી ઉપર દુષ્કર્મ. કિશોરીએ ભાગી જવાનો ઇનકાર કરતા જબરદસ્તી આચર્યું દુષ્કર્મ. શખ્સ સામે ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કડીમાં 7 વર્ષીય બાળકી જાતીય સતામણીનો ભોગ બની છે. મૂળ હરિયાણાના અને હાલ કડીમાં રહેતા શખ્સે આ કૃત્ય આચર્યું છે. છેલ્લા 1 વર્ષથી 7 વર્ષીય બાળકીના કપડાં ઉતારી શારીરિક અડપલાં કરતો હતો. બાળકીને મારી નાખવાની ધમકી આપી કરવામાં આવતા હતા અડપલાં. મિત્તલ લોકેશકુમાર ઉર્ફે લકી મુરલીધર સામે નોંધાઇ પોસ્કો અંતર્ગત કડી પોલીસ મથકે ફરિયાદ.
Gandhinagar : પરણીતાને યુવક સાથે બંધાયા પ્રેમસંબંધ, પતિ આડખીલી બનતો હોવાથી કર્યો એવો કાંડ કે વાંચીને ચોંકી જશો
ગાંધીનગરઃ ગાંધીનગરમાં ગોળી મારી થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી સર્વેલન્સ આધારે પોલીસે આરોપીઓ પકડ્યા છે. પત્નીના પ્રેમ પ્રકરણના કારણે હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યું છે. ગાંધીનગરના સેક્ટર -11 બીરસા મુંડા ભવન પાસે ઈંદ્રોડાનાં આશરે 35 વર્ષીય કિરણ હીરાજી મકવાણાને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જેથી ચકચાર મચી હતી.
ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ આ અંગે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત 26મી તારીખે કિરણજી મકવાણાની હત્યા થઈ હતી. બરડાના ભાગે ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે ટીમો બનાવી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, હત્યા પછી ભાગવા જતા બાઇક સ્લીપ થઈ ગયું હતું અને ઇજા થઈ હતી. ત્યાં દેશી પિસ્તોલ પડી ગઈ હતી. જે પોલીસને મળી આવી છે. અગાઉ આરોપીએ રેકી કરી હતી.
મૃતકની પત્ની સાથે જીતેન્દ્રને પ્રેમસંબંધ હતા. આ પ્રેમપ્રકરણમાં મૃતક નડતરરૂપ થતો હોવાથી હત્યા કરવામાં આવી છે. બંનેની ધરપકડ કરતાં ગુનો કબૂલ્યો છે. જીતેન્દ્ર પણ પરણીત છે. જોકે, તેને તેની પત્ની ગમતી નહોતી. પરણીતા અને પ્રેમી બંને એક ગામના હતા. જેથી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયા હતા. આ હત્યામાં જીતેન્દ્રને તેના મિત્ર જૈમિને મદદ કરી હતી. પત્નીએ કોઈ ટીપ આપી હતી કે પછી દુષ્પ્રેરણા આપી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
બે હત્યારા પલ્સર બાઇક લઈને કિરણનો પીછો કરતાં હતાં અને મોકો મળતાં જ પાછળથી ગોળીબાર કરીને નાસી ગયા હતા. આ બનાવના પગલે હાલમાં પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો દોર હાથ ધર્યો હતો. ગાંધીનગરના ઈંદ્રોડાના ગામમાં રહેતાં કિરણ હીરાજી ઠાકોરના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. આશરે 35 વર્ષીય કિરણ સચિવાલય ખાતે રોજમદાર તરીકે નોકરી કરતો હતો. સોમવારે સવારના સમયે કિરણ નોકરીએ જવા માટે સાયકલ લઈને ઘરેથી નિકળ્યો હતો.