શોધખોળ કરો

ગુજરાત પોલીસની સાયબર સર્જીકલ સ્ટ્રાઈક: ૧૫ દિવસમાં ૧૨ મોટા કેસ ઉકેલી સાયબર ક્રાઇમના માસ્ટરમાઈન્ડ પકડ્યા!

રાજ્યના ચાર મહાનગરોની સાયબર ટીમો અને સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની સફળતા; ડિજિટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારાઓ ઝડપાયા; ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ટીમોને અભિનંદન પાઠવ્યા.

Gujarat Police cybercrime crackdown: આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ સમગ્ર વિશ્વ માટે એક ગંભીર પડકાર બની ગયો છે. આવા સમયે, ગુજરાત પોલીસે સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીને નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. છેલ્લા માત્ર ૧૫ દિવસમાં, રાજ્યના વિવિધ સાયબર ક્રાઇમ યુનિટ્સે ૧૨ જેટલા મહત્વપૂર્ણ સાયબર કેસો ઉકેલીને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ભેજાબાજોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ સફળતા બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની ટીમોને અભિનંદન પાઠવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં દેશભરમાં સાયબર ક્રાઇમ સામે મક્કમ કાર્યવાહી થઈ રહી છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. જનજાગૃતિ અભિયાનની સાથે સાથે, અધ્યતન ટેક્નોલોજી અને તજજ્ઞ અધિકારીઓની મદદથી સાયબર ગુનેગારોને પકડવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકારે આ બજેટમાં કરોડો રૂપિયાના ખર્ચે હાઇટેક સાયબર એક્સલેન્સ સેન્ટર તૈયાર કરવા માટે પણ ખાસ જોગવાઈ કરી છે.

રાજ્યના ચાર મહાનગરો – અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે છેલ્લા ૧૫ દિવસમાં સયુક્ત અને વ્યક્તિગત રીતે કાર્યવાહી કરીને ૧૨ મહત્વના સાયબર કેસો ઉકેલ્યા છે. આ કાર્યવાહીમાં ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડ જેવી વિવિધ મોડસ ઓપરેન્ડી ધરાવતા ભેજાબાજોને ઝડપી પાડવામાં આવ્યા છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ સફળતા બદલ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આ કાર્યવાહીએ ગુજરાત પોલીસની કાર્યક્ષમતા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સની નીતિને રેખાંકિત કરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની મુખ્ય સફળતાઓ

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે તાજેતરમાં કંબોડિયા અને નેપાળથી સંચાલિત ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના ૬ સભ્યોને ઝડપી પાડી એક મોટી સફળતા હાંસલ કરી. આ ગેંગે પ્રણય ભાવસાર નામના વ્યક્તિના બેંક ખાતામાંથી ₹૪૮.૮૫ લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આરોપીઓએ પ્રણયને નેપાળની એક હોટેલમાં ૬ દિવસ ગોંધી રાખીને ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને ટેલિગ્રામ ટાસ્ક ફ્રોડ જેવા ગુનાઓ આચર્યા હતા. ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીઓ અમદાવાદ અને સુરતથી પકડાયા હતા. આ ખાતાઓ સામે NCCRP પોર્ટલ પર ૨૦૦થી વધુ ફરિયાદો નોંધાઈ છે.

અન્ય એક કેસમાં, અમદાવાદ પોલીસે ડિજિટલ એરેસ્ટ દ્વારા ₹૧૪.૯૪ લાખની છેતરપિંડી કરનાર જનક ભાલાળા અને ભાવેશ બોરડને સુરતથી ઝડપ્યા. તેમણે ફરિયાદી મહિલાને મુંબઈ સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર તરીકે ખોટી ઓળખ આપીને છેતરપિંડી કરી હતી. સાયબર ફ્રોડના ૭ ગુનાઓમાં સંડોવાયેલા દિલીપ જાગાણી (અમદાવાદ)ની પણ ધરપકડ કરાઈ, જે ફ્રોડના નાણાં નેપાળમાં કંબોડિયન ચાઈનીઝ નાગરિકો સુધી પહોંચાડતો હતો.

સુરત સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી

સુરત સાયબર ક્રાઇમ સેલે પણ અનેક મહત્વના કેસો ઉકેલ્યા. દુબઇથી સાયબર ફ્રોડ કરતી ગેંગના અનિલભાઇ ખેની (સુરત)ને POS મશીન દ્વારા ફ્રોડ આચરવા બદલ, ફોરેક્સ ટ્રેડિંગ ઓફર આપી ₹૯.૩૦ લાખની ઠગાઈ કરનાર રાહુલ ચૌધરી (વાપી)ને, અને વિમા કંપનીના નામે ખોટી પોલીસી આપી ₹૯૮.૮૫ લાખની ઠગાઈ કરનાર અમીતકુમાર અને સુમીતકુમાર ઠાકુર (દિલ્હી)ને ઝડપી પાડ્યા. ઉપરાંત, ૯૦ વર્ષના સિનિયર સિટિઝન સાથે ડિજિટલ એરેસ્ટ કરી ₹૧.૧૫ કરોડથી વધુની ઠગાઈ કરનાર પાર્થ ગોપાણી (નેપાળ)ને લખનૌ એરપોર્ટથી અને અન્ય એક સિનિયર સિટિઝન સાથે ₹૨૨ લાખની ઠગાઈ કરનાર કૃણાલસિંહ સિસોદીયા (અમદાવાદ)ને સુરતથી પકડ્યા, જેમણે CBI અધિકારીની ખોટી ઓળખ આપી ફ્રોડ કર્યું.

રાજકોટ અને વડોદરાની કામગીરી

રાજકોટ સાયબર ક્રાઇમ ટીમે બનાવટી પ્રોફાઇલ બનાવી નાણાંની છેતરપિંડી કરનાર રઘુવીરસિંહ ચૌહાણને ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પરથી પકડ્યો. ઉપરાંત, ગેમિંગ વેબસાઇટ્સના પ્રમોશન બદલ ૯ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો વિરુદ્ધ પણ કાર્યવાહી કરાઈ. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે મે ૨૦૨૫ સુધીમાં ₹૨.૭૧ કરોડના ફ્રોડમાંથી ₹૧.૦૧ કરોડ રિફંડ કરાવ્યા છે. એક કેસમાં ₹૨૩ લાખના ડિજિટલ એરેસ્ટ ફ્રોડનો આરોપી પુણેથી પકડાયો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Embed widget