CRIME NEWS: પોરબંદરમાં ખાખીને લાગ્યો દાગ! પોલીસકર્મીએ જ પોલીસકર્મીની પત્ની પર બળાત્કાર કરતા ચકચાર
પોરબંદર: શહેરમાં બનેલી એક ઘટનાએ પોલીસ વિભાગને શરમજનક સ્થિતિમાં મુકી દીધો છે. આ અંગે વિગતે વાત કરીએ તો પોરબંદરમાં એક પોલીસ કર્મચારીએ અન્ય એક પોલીસ કર્મચારીની પત્ની રેપ કર્યાનો આરોપ લાગ્યો છે.

પોરબંદર: શહેરમાં બનેલી એક ઘટનાએ પોલીસ વિભાગને શરમજનક સ્થિતિમાં મુકી દીધો છે. આ અંગે વિગતે વાત કરીએ તો પોરબંદરમાં એક પોલીસ કર્મચારીએ અન્ય એક પોલીસ કર્મચારીની પત્ની રેપ કર્યાનો આરોપ લાગ્યો છે અને આ અંગે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. કમલાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આરોપી કાનજી કેશવલાલ વાસણ અને તેની પત્ની રાધા કાનજી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આરોપીની પત્નીએ ફરિયાદી સાથે પહેલા મિત્રતા કેળવી હતી અને ત્યાર બાદ તેના પતિને યુવતી સાથે બળાત્કાર કર્યો હતો. આ ઉપરાંત આરોપીએ ફરિયાદી સાથેના અંગત પળોના ફોટો વિડીયો ઉતાર્યા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ નોંધાતા સમગ્ર પોલીસબેડામાં ચકચાર મચી ગઈ છે.
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં હત્યા
Crime News: અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ચપ્પુ મારીને યુવકની હત્યા કરવામાં આવી છે. યુવતીની છેડતી બાદ યુવતીના પિતા અને ભાઈ દ્વારા ઠપકો આપાતા ઉશ્કેરાયેલા યુવકે યુવતીના ભાઈની થઈ હત્યા કરી દીધી. હવે આ મામલે બાપુનગર પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઉપરાંત ત્રણ યુવકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી.
રાજકોટમાં ફેક્ટરી માલિકના પુત્રનું અપહરણ
શાપર વેરાવળની ફેકટરી માલિકના પુત્ર અદનાન તેલવાલાનુ અપહરણ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. અદનાનનું અપહરણ કરી પૂર્વ આયોજિત કાવતરૂ ઘડી ફેક્ટરી માલિક પાસેથી 15 કરોડની માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત જો રૂપિયા નહિ આપો તો પુત્ર અદનાનને જાનથી મારી નાખવાની ધમકી અપહરણકારોએ આપી હતી. આ અપહરણ કાંડમાં 4 શખ્સો સામેલ હતા.
જો કે આ અપહરણકારોના બદઈરાદા ફાવ્યા નહોતા. અપહરની ઘટના બાદ ફેક્ટરી માલિકે પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસે અદનાનને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેવા અપહરણકારો અમરેલી જિલ્લામાં પ્રવેશ્યા ત્યાં જ SP હિમકર સિંહની ટીમે આરોપીઓને ઝડપી અદનાનને છોડાવી લીધો હતો. આ ઓપરેશનને પાર પાડવામાં અમરેલી SPની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ, રાજુલા પોલીસે મહત્વની ભૂમિકા ભજવી હતી. સાવરકુંડલા રાજુલા હાઇવે ઉપરથી તમામ લોકોને ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ અપહરણ કરતા ઇસમોને રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ
Independence Day 2022: PM મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી કહ્યું- ગાંધી, બોઝ, સાવરકર અને આંબેડકરને યાદ કરવાનો આ યોગ્ય સમય છે, ગર્વથી લહેરાઈ રહ્યો છે ત્રિરંગો
Independence Day 2022 Special: જે કંપનીએ ભારતને ગુલામ બનાવ્યું હતું, આજે એ જ કંપનીના માલિક એક ભારતીય છે
Mukesh Ambani Threat: '3 કલાકમાં ખતમ કરી દઈશ...' એન્ટિલિયા કાંડ બાદ અંબાણી પરિવારને ફરી 8 ધમકીભર્યા ફોન, પોલીસ તપાસમાં લાગી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
