Rajkot: લવજેહાદ કેસમાં નવો વળાંક, કોર્ટમાં યુવતીએ માતા-પિતા અને યુવક બંને સાથે જવાનો કર્યો ઇન્કાર, કરી આ માંગણી
રાજકોટ ક્રિકેટ કોચિંગના નામે વિધર્મી યુવકે યુવતીને ફસાવી હોવાના કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં હવે યુવતીએ કોર્ટમાં એક અલગ જ માંગણી કરી છે.
![Rajkot: લવજેહાદ કેસમાં નવો વળાંક, કોર્ટમાં યુવતીએ માતા-પિતા અને યુવક બંને સાથે જવાનો કર્યો ઇન્કાર, કરી આ માંગણી In the Rajkot love jihad case, the High Court rejected the Habeas Corpus application of the muslim boy Rajkot: લવજેહાદ કેસમાં નવો વળાંક, કોર્ટમાં યુવતીએ માતા-પિતા અને યુવક બંને સાથે જવાનો કર્યો ઇન્કાર, કરી આ માંગણી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/11/20d52ed2e3126024d0c1a0ab1ff92413169174017983781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajkot News: રાજકોટના લવ જેહાદના કેસમાં એક ટ્વિસ્ટ આવ્યું છે. સમગ્ર ઘટનમાં વિધર્મી યુવક મહેબુબ બુખારીની હેબિયસ કોપર્સની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. ઉલ્લેખનિય છે કે, યુવતીનો ફરી કબ્જો લેવા અને પત્ની તરીકે અપનાવવા માટે વિધર્મી યુવક મહેબુબ બુખારીએ હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સની અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે. બાદ યુવતીએ પણ કોર્ટમાં અલગ જ રજૂઆત કરતા એક અલગ જ ઇચ્છા વ્યક્ત કરી હતી. કોર્ટમાં યુવતીએ વિધર્મી યુવક સાથે જવાની ના પાડી દીધી હતી તેમજ તેમના માતા પિતા સાથે રહેવાનો પણ ઇન્કાર કર્યો હતો. યુવતીએ કોર્ટમાં જણાવ્યું કે, “હું નારી સંરક્ષણ ગૃહમાં રહીને મારા કરિયર પર ફોક્સ કરવા માંગુ છું”
ઉલ્લેખનિય છે કે, થોડા દિવસ પહેલા યુવતીના માતા-પિતાએ તેની યુવતીને ફસાવીને વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરી હતી. જો કે યુવતીએ ત્યારે માતા પિતાની ફરિયાદ ખોટી હોવાનો દાવો કરતા કોર્ટે તેને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવા રજૂઆત કરી હતી.
સમગ્ર ઘટનાના પગલે યુવતીની માતાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા મીડિયાના માધ્યમથી અનુરોધ કર્યો હતો કે, સરકારે જલ્દી એવો કાયદો લાવવો જોઇએ કે, માતા-પિતાની સહી વિના સંતાન લગ્ન ન કરી શકે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ‘મારી યુવતીને ફસાવવાના પગલે વિધર્મી યુવક સામે કાયદાકિય કાર્યવાહી કરવામાં આવે. મારી દીકરીએ જે અમારા સામે આક્ષેપ કર્યાં હતા તે પણ વિર્ધમી યુવકના વકીલના દબાણમાં આવીને કર્યો હતા. આ તમામ આરોપો પણ પાયાવિહોણા છે."
શું છે સમગ્ર ઘટના
સમગ્ર ઘટનાની વાત કરીએ તો ક્રિકેટ કોચિંગ શીખવતા વિધર્મીએ યુવક છેલ્લા 4 વર્ષની આ યુવતીના સંપર્કમાં હતો અને તેમની મિત્રતા બાદ બંને પ્રેમ થયો અને લગ્ન કરી લીધા હતા. જો કે લગ્ન બાદ લવ જેહાદની આશંકાએ માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી અને દીકરીને પરત ઘરે લાવ્યા હતા. જો કે હવે વિધર્મી યુવકે યુવતી તેમની પત્ની હોવાથી ફરી .યુવતીનો કબ્જો માગ્યો હતો. જ્યારે યુવતીએ કોર્ટમાં યુવક અને માતા પિતા બંને સાથે જવાનો ઇન્કાર કરીને નારી સંરક્ષણ ગૃહમાં કરીને આગળ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)