Crime News: કિશોરીને ભગાડી ગયો હતો યુવક, 1 વર્ષ સુધી ન કર્યાં લગ્ન, કર્યુ શારીરિક શોષણ
વડોદરાના વાઘોડિયામાં 15 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે. યુવક કિશોરીને લગ્નની લાચચ આપીને તેમની સાથે નાસી ગયો હતો. બાદ પરિવારે અપહરણની ફરિયાદ કરી હતી.

Crime News: વડોદરાના વાઘોડિયામાં 15 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાઇ છે. યુવક કિશોરીને લગ્નની લાચચ આપીને તેમની સાથે નાસી ગયો હતો. બાદ પરિવારે અપહરણની ફરિયાદ કરી હતી.
સમગ્ર ઘટના એક વર્ષ પહેલાની છે. એક વર્ષ પહેલા યુવક 15 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો પરંતુ લગ્ન ન હતા કર્યા અને લગ્નની લાલચ આપને શારિરીક શોષણ કરતો હોવાનો આરોપ પરિજનોએ લગાવ્યો છે. અપહરણની ફરિયાદ બાદ આખરે એક વર્ષ પછી યુવક અને કિશોરીને કચ્છના માનકુવા પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે. વાઘોડિયા પોલીસે અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધીને આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે.
સુરતના વિયરક્રમ કોઝવેમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા મચી ગયો હડકંપ
વિયરક્રમ કોઝવેમાંથી અજાણી વ્યક્તિની લાશ મળી આવતા હડકંપ મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરત ચોક બજાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પોસ્ટમોર્ટમ આવ્યા બાદ વ્યક્તિનું કેવી રીતે મોત થયું તેની સ્પષ્ટતા થઇ શકશે, હાલ પોલીસે હત્યા કે આત્મહત્યાના અનુમાન સાથે વધુ તપાસ હાથ ધરી છે.
Surat: સુરતમાં એક જ પરિવારનો સામૂહિક આપઘાત, માતા-દીકરીનું મોત, પિતા-પુત્રની સ્થિતિ ગંભીર
સુરતમાં સામૂહિક આત્મહત્યાના પ્રયાસમાં માતા અને દીકરીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, સુરતમાં એક જ પરિવારના સામૂહિક આપઘાત પ્રયાસમાં અત્યાર સુધી માતા અને પુત્રીનું મોત થયું હતું જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર છે. આર્થિક સંકડામણના કારણે પરિવારે આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
