શોધખોળ કરો

કિશન ભરવાડ હત્યા કેસમાં થયો વધુ એક મોટો ખુલાસો, જાણો મોટા સમાચાર

કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપીઓની તપાસ માં મોટા ખુલાસા સામે આવ્યા છે.  વધુ ત્રણ આરોપીઓ માં નામ આવ્યા સામે. મદીન મોદન , રમીઝ સેતા , હુશેન મિસ્ત્રી નામના આરોપીઓના નામ સામે આવ્યા છે.

અમદાવાદઃ  કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપીઓની તપાસ માં મોટા ખુલાસા સામે આવ્યા છે.  વધુ ત્રણ આરોપીઓ માં નામ આવ્યા સામે. મદીન મોદન , રમીઝ સેતા , હુશેન મિસ્ત્રી નામના આરોપીઓના નામ સામે આવ્યા છે. રમીઝ સેતાએ અજીમ સમાને હથિયાર આપ્યું હતું. હુશેન મિસ્ત્રીની પોરબંદરમાં યુવકની હત્યાના પ્લાનિંગમાં સંડોવણી હતી. 

મદીન મોદન આ સમગ્ર ઘટનાથી પરિચિત હતો. Atsની ટીમે ત્રણે આરોપીઓની ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.  કમર ગની ઉસ્માની અને મોલવી અયુબની પુછપરછમાં સૌથી મોટો ખુલાસો થયો છે. વસીમ રીજવી અને નરસીમાનંદ પણ હતા આ લોકોના ટાર્ગેટમાં. બંનેના ટાર્ગેટ માટે મોલવી અયુબ અને  શબ્બીર બંને દિલ્લી ગયા હતા. કમર ગની ઉસ્માનીના માર્ગદર્શન હેઠળ પ્લાન ઘડ્યો હતો. વસીમ રીજવી સીયા વકફ બોર્ડ ઉત્તર પ્રદેશના ચેરમેન છે.

ધંધુકામાં કિસન ભરવાડની હત્યા કરાઈ એ મુદ્દે સમગ્ર રાજ્યમાં આક્રોશ છે, કિશનના પરિવારને સાંત્વના આપવા રાજકારણીઓ ધંધુકા જઈ રહ્યા છે ત્યારે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે ઉદાહરણીય કાર્ય કર્યું છે. અલ્પેશ ઠાકોરે ચચાણા જઈને કિશનભાઇનાં પરિવારજનોને સાંત્વના આપી હતી. વા આવ્યા હતા. ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે કિશનભાઈ ભરવાડની નાની 20 દિવસની દીકરીને 1 લાખ રૂપિયા પણ પોતાના આશિર્વાદના પ્રતિકરૂપે આપ્યા હતા.

ધંધુકાની મુલાકાત પહેલાં અલ્પેશ ઠાકોરે રાધનપુરના શેરગઢ ગામમાં યુવતી પર થયેલા હુમલામાં ઘાયલ યુવતીની મહેસાણાની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. અલ્પેશ ઠાકોરે  જણાવ્યું હતું કે, દીકરીઓ માટે નમાલી રાજનીતિ કરવામાં હું માનતો નથી અને  દીકરીઓ માટે તલવાર પણ ઉપાડવી પડે તો હું તૈયાર છું. અસામાજિક પરિબળોન સુધારવા માટે જેની જે ભાષા હોય એ ભાષામાં હું જવાબ આપવા પણ તૈયાર છું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું આ બનાવને   વખોડું છું. એક દીકરી પર હુમલો કરવામાં આવ્યો, તેને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે, દીકરીને ધાકધમકીઓ પણ મળતી હતી કે ઉઠાવી જઈશુ.. આ પ્રકારની ઘટનાઓ રોકવી પડશે. આવાં  અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે દીકરીઓ માટે જો તલવાર ઉપાડવી પડે તો એ ઉપાડવા પણ હું તૈયાર છું.

ધંધુકા હત્યા કેસમાં રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ કિશન ભરવાડના પરિવારને મળ્યા હતા.  કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર સહિતના પ્રતિનિધિમંડળે પણ ચચાણા મુકામે પહોંચીને પરિવારજનોને સાંત્વના આપી હતી. બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ કેસની તાકીદે ન્યાયિક તપાસની સાથે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. કિશન ભરવાડના પરિવારને સાંત્વન આપવા  ભૂતપૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાં પણ પહોંચ્યા હતા. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget