શોધખોળ કરો

IPLમાં પહેલી વાર રમનારી લખનઉની ટીમે 15 કરોડ આપીને ક્યા ભારતીય ક્રિકેટરને બનાવ્યો કેપ્ટન, બીજા બે ક્યા ખેલાડી કર્યા પસંદ ?

લખનઉએ  કે.એલ.રાહુલને 15 કરોડ રૂપિયા, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્ક્સ સ્ટોઈનિસને 11 કરોડ અને રવિ બિશ્નોઈને 4 કરોડ રૂપિયા આપીને ખરીદ્યા છે.  લખનઉ ટીમની કેપ્ટન્સી પણ કે.એલ.રાહુલને સોંપવામાં આવશે.

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની  2022ની સીઝનમાં પહેલી વાર રમનારી લખનઉની ત્રણ ખેલાડીની પસંદગી કરી લીધી છે. લખનઉએ  કે.એલ.રાહુલને 15 કરોડ રૂપિયા, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્ક્સ સ્ટોઈનિસને 11 કરોડ અને રવિ બિશ્નોઈને 4 કરોડ રૂપિયા આપીને ખરીદ્યા છે.  લખનઉ ટીમની કેપ્ટન્સી પણ કે.એલ.રાહુલને સોંપવામાં આવશે.

છેલ્લી સીઝનમાં પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ કે.એલ.રાહુલને 11 કરોડ રૂપિયા આપીને ખરીદ્યો હતો.  હવે રાહુલને લખનઉની ટીમે રૂપિયા 4 કરોડ વધારે આપીને પોતાની ટીમમાં લીધો છે. આ પહેલાં અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યા અને રાશિદ ખાનને 15-15 કરોડ રૂપિયા અને શુભમન ગિલને 7 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં લીધા હોવાના અહેવાલ આવ્યા છે.  

આરપી-સંજીવ ગોયન્કા ગ્રુપે લખનઉની ટીમને 7090 કરોડ રૂપિયામાં ખરીદી છે અને 5 વર્ષ પછી ફરીથી આઈપીએલમાં કમબેક કર્યું છે. આ  પહેલાં ગોયન્કા ગ્રુપ પાસે 2 વર્ષ 2016 અને 2017માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમ હતી. CVC કેપિટલ્સે 5166 કરોડ રૂપિયામાં અમદાવાદની ટીમ ખરીદી છે.

કે.એલ.રાહુલ આઈપીએલ ચેમ્પિયન બનનારી એક પણ ટીમનો હિસ્સો રહ્યો નથી, પરંતુ તેણે બેટિંગ કરી મોટા ભાગની સીઝનમાં 500થી વધારે  રનનો સ્કોર કર્યો છે. IPL 2020માં રાહુલે શાનદાર પ્રદર્શન દાખવી ઓરેન્જ કેપ મેળવી લીધી હતી.

ઓસ્ટ્રેલિયન માર્ક્સ સ્ટોઈનિસ દિલ્હી માટે છેલ્લી 3 સીઝનથી રમે છે. સ્ટોઈનિસે IPLમાં કુલ 56 મેચ રમીને 135.81ના સ્ટ્રાઈક રેટથી 914 રન કર્યા છે. સ્ટોઈનિસે 30 વિકેટ પણ લીધી છે. રવિ બિશ્નોઈ પણ IPLની 23 મેચમાં 24 વિકેટ લઈ ચૂક્યો છે. રાહુલની સાથે સ્ટોઈનિસ અને બિશ્નોઈ પણ પંજાબ માટે રમી ચૂક્યા છે.

 અમદાવાદની ટીમે મુંબઈ ઈન્ડિયન્સે છૂટા કરેલા હાર્દિક પંડ્યાને ટીમમાં લીધો છે. જાણીતી ક્રિકેટ વેબસાઈટ espncricinfoના રિપોર્ટ્સ મુજબ હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયામાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની  2022ની સીઝનમાં પહેલી વાર રમનારી  અમદાવાદની ટીમે ખરીદ્યો છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
IND vs NZ: ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, ન્યૂઝીલેન્ડે ભારતીય ધરતી પર પહેલીવાર જીતી ODI શ્રેણી
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
BMC Election: ભાજપ પાસે 89 સીટ પણ 'પાવર' શિંદેના હાથમાં! મેયર પદ માટે ખેલાયો મોટો દાવ
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Navsari Crime: પતિ બન્યો હેવાન! જમવા જેવી નજીવી બાબતે પત્નીના માથામાં કુહાડીના ઘા મારી પતાવી દીધી
Embed widget