શોધખોળ કરો
Advertisement
Kutch : યુવકને બે પુત્રીની માતા સાથે બંધાયા શારીરિક સંબંધ, એક દિવસ યુવક કપડાં પર લોહીના ડાઘ સાથે આવ્યો પાછો ને પુત્રીએ ..........
આરોપીની પૂછપરછમાં પહેલા તો તેણે પ્રેમિકા અને તેની પુત્રીનું અપહરણ થયું હોવાની વાતો ઘડી કાઢી હતી. જોકે, પોલીસે પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો.
ગાંધીધામઃ લિવ ઇનમાં રહેતા યુવકે યુવતી અને તેની 13 વર્ષીય દીકરીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ગત 12મી ફેબ્રુઆરીએ યુવકે પ્રેમિકા અને તેની પત્નીને કીડાણા લઈ જઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ પછી બંનેની લાશો ગટરમાં ફેંકી દીધી હતી. પોલીસ તપાસ દરમિયાન 13 વર્ષીય સગીરાની લાશ મળી આવ્યા પછી હવે પ્રેમિકાની લાશ પણ મળી આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, આરોપી સંજયસિંગ દર્શનસિંગ ઓજલા જાટ 41 વર્ષીય રજિયા ઉર્ફે સીમરન સાથે વર્ષ 2008-09થી ગાંધીધામ ખાતે લિવ-ઇન કરારથી રહેતો હતો. યુવક સિમરનની બે પુત્રીઓનો પાલક પિતા હતો. ગત 12મીએ ફેબ્રુઆરીએ કીડાણાના જંગલમાં કાચબા લેવા જવાનું કહીને આરોપી રજિયા અને 13 વર્ષીય સોનિયાને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો.
કીડાણા પહોંચેલા આરોપીએ માતા-પુત્રીને ધોકાના ઘા મારીને ત્યાં જ પતાવી દીધા હતા. તેમજ બંનેની લાશો ગટરમાં ફેંકી દીધી હતી. બંનેની હત્યા કરીને લોહીવાળા કપડા સાથે ઘરે પરત ફર્યો હતો. પાલક પિતાની શંકાસ્પદ હરકતો અને માતા અને બહેન ઘરે પરત ન ફરતાં તેની અન્ય દીકરીને શંકા ગઈ હતી.
આ અંગે સીમરનની અન્ય દીકરી સરોજ ઉર્ફે રેશ્માએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ હત્યા કેસમાં તપાસ કરતાં માતા-પુત્રની લાશ 14 કિ.મી. લાંબી ગટરમાં ફેંકી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. કીડાણાની ગટરમાં તપાસ હાથ ધરતા ગઈ કાલે સાંજે 13 વર્ષિય સોનિયા અને તેની માતાની લાશ કોસેઝના લાલ ગેટ પાસેથી મળી આવી હતી.
આરોપીની પૂછપરછમાં પહેલા તો તેણે પ્રેમિકા અને તેની પુત્રીનું અપહરણ થયું હોવાની વાતો ઘડી કાઢી હતી. જોકે, પોલીસે પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીએ પ્રેમિકા અને તેની પાલક દીકરીની ઘર કંકાસમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion