શોધખોળ કરો

Kutch : ભચાઉના ખારોઇ ગામે યુવક પર ચાર રાઉન્ડ ગોળીબાર, ફાયરિંગની ઘટનાથી ખળભળાટ

ભચાઉના ખારોઈ ગામમાં દેસી તમંચાના ચાર રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા. ચાર રાઉન્ડ ફાયરિંગમાં એક યુવક ઘાયલ થયો છે. ભચાઉ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છઃ પૂર્વ કચ્છ ભચાઉમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ભચાઉના ખારોઈ ગામમાં દેસી તમંચાના ચાર રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા. ચાર રાઉન્ડ ફાયરિંગમાં એક યુવક ઘાયલ થયો છે. ભચાઉ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગાયક યુવાનને ગાંધીધામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, ખારોઇ ગામે ગાયક યુવક પર અંગત અદાવતમાં ફાયરિંગ કરાયું હતું. દેશી તમંચાથી યુવકને ચાર-ચાર ગોળી મારી દેવામાં આવી હતી. યુવકને પહેલા ભચાઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં તેની તબિયત લથડતાં ગાંધીધામની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી.

Mehsana : યુવતીએ 60 વર્ષના વૃધ્ધને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બાંધ્યા શરીર સંબંધ, શરીર સુખ માણ્યા પછી બંને કારમાં ઘરે જવા નિકળ્યાં ને.......

મહેસાણાઃ સતલાસણાના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી રૂ.5 લાખની ખંડણી માગનારા ભાભર અને સાંતલપુરના 2 શખ્સોને સતલાસણા પોલીસે છટકું ગોઠવી પાલનપુરના એરોમા સર્કલ પરથી ઝડપી લીધા હતા. જોકે, વૃદ્ધને ફસાવનારી યુવતી સહિત 5 શખ્સો પોલીસને જોઈ ઈકો લઈ ભાગી ગયા હતા. પોલીસે આ પાંચ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ તેમનો ભૂતકાળ પણ ખંગાળવામાં આવી રહ્યો છે. 

આ અંગેની વિગતો એવી છે કે, સોનલ પંચાલ નામની યુવતીએ સતલાસણાના 60 વર્ષીય વૃદ્ધને ફોન કરી શારીરિક સંબંધ બાંધવાની લાલચ આપી હતી. અવાર નવાર ફોન પર વાત કર્યા બાદ વૃદ્ધને દાંતા હાઈવેના એક ગેસ્ટ હાઉસમાં લઈ જઇ યુવતીએ મરજીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી ગેસ્ટ હાઉસથી નીચે ઉતરી ઈકોમાં બેસેલા તેના સાગરિતોને બોલાવ્યા હતા.

યુવતી અને અન્ય 6 શખ્સો વૃદ્ધનું ઈકોમાં અપહરણ કરી ધોકા વડે માર મારી દુષ્કર્મના ખોટો કેસ ફસાવી દેવાની ધમકી આપી રૂ.5 લાખની ખંડણી માંગી હતી. આથી વૃદ્ધે તેમના જમાઇને વાત કરતાં તેમણે સતલાસણા પોલીસને જાણ કરી હતી. આથી સતલાસણા પોલીસે છટકું ગોઠવી પાલનપુરના એરોમા સર્કલ પરથી વૃદ્ધને છોડાવી હનીટ્રેપ ગેંગના 2 શખ્સોને ઝડપી લીધા હતા. જોકે, યુવતી અને 4 શખ્સો પોલીસને જોઈને ડીસા તરફ ભાગી ગયા હતા. સતલાસણા પોલીસે ધરપકડ કરાયેલા 2 સહિત 7 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પકડાયેલા બે આરોપીઓ
1. ચાવડા (ઠાકોર) વશરામજી તેજાજી હામતજી (રહે. મીઠા, તા.ભાભર)
2. ઠાકોર તેજમલજી લવીંગજી જેસંગજી (રહે. ઝઝામ, તા.સાંતલપુર)

3. ભરતજી રતાજી (રહે. મીઠા, તા.ભાભર)
4.ઠાકોર ભરતજી (અસાણા, તા.ભાભર)
5. ઠાકોર વિષ્ણુજી (રહે. મોનપુરા (અસાણા)
6. હરેશ તુરી (રહે. મીઠા, તા.ભાભર)
7. સોનલ પંચાલ

સતલાસણા પોલીસે જણાવ્યું હતું કે, ભોગ બનનાર વૃદ્ધના દીકરા અને જમાઈએ વૃદ્ધનું અપહરણ કરી પૈસાની માંગ કરી હોવાનું સતલાસણા પોલીસને કહ્યું હતું. આથી ખેરાલુ અને સતલાસણા પોલીસની બે ટીમો બનાવી વૃદ્ધનું લોકેશન શોધતાં દિયોદર બોલતું હતું. જ્યારે પૈસા લઈને પાલનપુર એરોમા સર્કલ બોલાવ્યા હતા. જ્યાંથી પોલીસે વૃદ્ધને છોડાવ્યા હતા. બપોરે 3 વાગે અપહરણ કરાયેલા વૃદ્ધને રાત્રે 11 વાગ્યે છોડાવી લીધા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Embed widget