Crime News: ફોઈએ ભત્રીજા પર કર્યો ચપ્પુથી જીવલેણ હુમલો, કારણ જાણીને ચોંકી જશો
MP Crime News: ગંભીર રીતે ઘાયલ બાળકને સરકારી હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
MP Crime News: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક 40 વર્ષીય મહિલાએ કથિત રીતે પોતાના 10 વર્ષના ભત્રીજા પર ચાકુથી હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. માતાના અંતિમ સંસ્કારમાં ભાઈ અને ભાભીની ગેરહાજરીને કારણે મહિલા દેખીતી રીતે જ નારાજ હતી.
શું છે મામલો
હનુમાનગંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સિંહ ઠાકુરે રવિવારે જણાવ્યું હતું કે આ ઘટના શનિવારે હનુમાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કાઝી કેમ્પ વિસ્તારમાં બની હતી. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે અહીં રહેનારી એક વૃદ્ધ મહિલાના મોત બાદ તેમનો પુત્ર અને વહુ અંતિમ સંસ્કાર માટે ભોપાલ આવી શક્યા ન હતા. તે બંને ઝાંસીમાં રહે છે.
ઠાકુરે જણાવ્યું કે, આસમા બેગમ (40) એટલી ગુસ્સામાં હતી કે તેણે પોતાની સાથે રહેતા તેના ભાઈના પુત્ર અમન અલી (10)ને છરીના ઘા ઝીંકી દીધા હતા અને તેને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઠાકુરે કહ્યું કે, ગંભીર રીતે ઘાયલ બાળકને સરકારી હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અસ્મા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી.
આ પણ વાંચો.........
જાણો કોણ છે સાંસદ ચંદ્ર આર્ય, જેમણે કેનેડાની સંસદમાં આપ્યું કન્નડમાં ભાષણ
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો ક્યારથી મળશે ગરમીમાં રાહત
જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ VHPનું પ્રથમ નિવેદન સામે આવ્યું, જાણો શું કહ્યું
Bollywood Vs South પર અક્ષય કુમારે કહ્યુ- દેશમાં ભાગલા પાડવાનું બંધ કરો