(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રઃ એક મહિલાએ પોતાના 6 બાળકોને કૂવામાં ફેંક્યા, બધા બાળકોનાં મોત નિપજ્યાં
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. જેમાં સોમવારે એક માતાએ કથિત રીતે તેના 6 બાળકોને કૂવામાં ફેંકી દીધા હતા.
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. જેમાં સોમવારે એક માતાએ કથિત રીતે તેના 6 બાળકોને કૂવામાં ફેંકી દીધા હતા. પોલીસે જણાવ્યું છે કે, આ મૃતક બાળકોમાં 5 છોકરીઓનો સમાવેશ થાય છે. મળતી માહિતી મુજબ મહિલાએ ઘરમાં થયેલા ઝઘડાને કારણે પોતાના બાળકોને કૂવામાં ફેંકી દીધા હતા.
સાસરીના લોકોએ માર માર્યો હતોઃ
એક અધિકારીએ ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આ ચોંકાવનારી ઘટના મુંબઈથી લગભગ 100 કિલોમીટર દૂર મહાડ તાલુકાના ખારાવલી ગામમાં બની હતી. ગામમાં રહેતી 30 વર્ષીય મહિલાને તેના સાસરીના લોકોએ કથિત રીતે માર મારવામાં આવ્યો હતો, જેના પગલે તેણે આ પગલું ભર્યું હતું. 6 બાળકો જેમનાં મોત થયા છે તેમની ઉંમર 18 મહિનાથી 10 વર્ષની વચ્ચે હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યોઃ
મહિલાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે સોમવારે સવારે તેના સસરાએ તેને ખૂબ માર માર્યો હતો. આ બાબતે રોષે ભરાયેલી મહિલાએ રાત્રે પોતાનાં બાળકોને મારવા માટેનું આ પગલું ભર્યું હતું. પોતાનાં બાળકોની હત્યા કરનાર આરોપી માતાનું નામ રૂના ચિખુરી સાહની છે. બાળકોનાં મૃત્યુની પુષ્ટિ થયા પછી, મહિલાએ પણ આત્મહત્યા કરવા માટે કૂવામાં ઝંપલાવ્યું હતું, પરંતુ લોકોએ તેને બચાવી લીધી હતી. ઘટનાની માહિતી મળતાં જ મહાડ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાની ધરપકડ કરી હતી.