શોધખોળ કરો

નવસારીઃ 'તારે સારું થવું હોય અને દુ:ખ દૂર કરવું હોય તો તારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવા પડશે'

બીમારી દૂર કરવાના બહાને જયેશ બાપુએ બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. યુવતી પર બળાત્કાર ગુજાર્યા પછી આ અંગે કોઈને કહેશે તો જયેશ ભગતે જાનથી મારી નાંખવાની ધમકી હતી.

નવસારીઃ નવસારી તાલુકાના રામલામોરા ગામે યુવતીને બીમારી દૂર કરવાના બહાને જયેશ બાપુએ બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. યુવતી પર બળાત્કાર ગુજાર્યા પછી આ અંગે કોઈને કહેશે તો જયેશ ભગતે જાનથી મારી નાંખવાની ધમકી હતી. પોલીસે યુવતીની ફરિયાદને આધારે જયેશ બાપુને ઝડપી લીધો છે. આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે. તેમજ જયેશ ભગત પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે. છ વર્ષ પહેલાં જયેશ બાપુના પિતા ચીમન બાપુને રામલામોરા ગામના લોકો ગુરુ તરીકે માનતા હતા. તેમના નિધન પછી 6 વર્ષથી તેમનો પુત્ર જયેશ પોતાને જયેશ બાપુ કહેવડાવતો હતો. તેમજ ધર્મના નામે લોકોનાં દુઃખ દૂર કરવા દર ગુરુવાર અને રવિવારે સભા ભરતો હતો. તેમનાં ખોટાં કૃત્યનો ભોગ બનનાર વ્યક્તિ તેમને કહેવા જોય તો જયેશ બાપુ સભામાં તેમનું અપમાન કરતો હતો. જેને કારણે ફરિયાદ માટે આગળ આવતું ન હતું. હવે યુવતીએ ફરિયાદ કરતા સમગ્ર હકિકત પરથી પર્દાફાશ થયો છે. તેમજ લોકો જયેશ બાપુએ પિતા ચીમન બાપુની નામ લજવ્યું તેમ જણાવી રહ્યા છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઘણા સમયથી તેની તબિયત સારી રહેતી નહોતી. જેથી કોઈએ નવસારી પાસેના રામલામોરા ગામમાં ભગત(બાપુ) ઉર્ફે જયેશ ભગત પાસે જવાની સલાહ આપી હતી. આથી યુવતી તેમને મળવા ગઈ હતી, ત્યારે ભગત બાપુ સાથે ફક્ત વાતચીત થઈ હતી. યુવતી તેમને બીજીવાર મળવા ગઈ ત્યારે તેમણે યુવતીને દવા આપી હતી. તેમજ ગત 20મી ઓક્ટબરે ફરી મળવા માટે બોલાવ્યા હતા. આથી યુવતી જયેશ બાપુને મળવા ત્રીજીવાર મંદિરે પહોંચી હતી. અહીં યુવતીને સવાર સાંજ સુધી બેસાડી રાખી હતી. સાંજે મંદિરમાં કોઈ નહોતું ત્યારે તેઓ યુવતી પાસે આવ્યા હતા અને તેની સાથે અડપલા કરવા લાગ્યા હતા. તારે સારું થવું હોય અને દુ:ખ દૂર કરવું હોય તો તારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવા પડશે. બધા કિસ્સામાં હું દરેક આવનારી સ્ત્રીને આવું જ કરું છું. આવું કરવાથી દુઃખ મટી જાય છે, તેમ કહ્યું હતું અને પછી તેને બાજુના ઘરમાં લઈ જઈ પરાણે શરીરસુખ માણ્યું હતું. તેમજ કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, તેવું લેખિત ફરિયાદમાં જણાવ્યું છે. આ અંગે યુવતીએ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જયેશ ભગત સામે ફરિયાદ કરતાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ યુવતીનું મેડિકલ અને જયેશ બાપુની મેડિકલ તપાસ કરી વધુ તપાસ કરી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
Embed widget