Crime: રાજકોટની આ સોસાયટીમાં બે વ્યક્તિ પર છરી વડે હુમલો કરી, શખ્સે જાહેરમાં કર્યું અગ્નિસ્નાન
રાજકોટની સોસાયટીમાં બુટલેગરે આતંક મચાવ્યાની ઘટના બની છે. અહીં એક બુટલેગર વાહનોની તોડફોડ કરી હતી અને બે લોકો પર હુમલો પણ કર્યો હતો.
રાજકોટમાં લુખ્ખથા આંતક વધી રહ્યો છે. આ સોસાયટીમાં એક શખ્સે બે વ્યક્તિ પર છરી વડે હુમલો કર્યો બાદ ખુદ પર પેટ્રોલ છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.રાજકોટમાં સતત અસામાજિક લુખ્ખા તત્વોનો આંતક વધી રહ્યો છે. અહીં રાજકોટની લોધેશ્વર સોસાયટીમાં મોડી રાત્રે ચોંકાવનારી ઘટના બની હતી. રાજકોટમાં દિનેશ ઉર્ફે કાળુ નામના બુટલેગરે હુમલો કર્યા બાદ વાહનનોને નુકસાન પહોંચાડ્યું હતું અને સોસાયટીમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ આ બુટલેગરે પોતે જાહેરમાં જ પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી આપધાતનો પ્રયાસ કરાતા. રાજકોટ હોસ્પિટલના બર્ન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઇ છે. સમગ્ર ઘટનાના પગલે માલવિયા નગર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ગોંડલ રોડ પર આવેલ લોધેશ્વર વિસ્તારની સોસોયટીમાં બની હતી.ઉલ્લેખનિય છે દિનેશ ઉર્ફે કાળુ નામના આ શખ્સ અનેક ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. તેમના નામે પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંઘાયેલા છે.
તો બીજી તરફ રાજકોટની ગોંડલ નાગરિક સહકારી બેન્કમાં જમીન ખરીદીના બહાને 6 કરોડ રૂપિયાનું કૌભાંડના આરોપ લાગ્યા છે. બેન્કના સભાસદ સુરેશ ભટ્ટીએ પૂરાવા સાથે રાજકોટ બોર્ડ ઑફ નોમિની કોર્ટમાં દાવો કર્યો કે, કોલેજ ચોક વિસ્તારમાં 1200 વાર જમીન 25 હજારના ભાવના બદલે 35 હજાર ભાવે ખરીદી કરવામાં આવી છે. જો કે બેન્કના ચેયરમેન અશોકભાઈ પીપળીયાએ આ આરોપને ફગાવ્યા છે. જો કે સુરેશ ભટ્ટીએ કોર્ટમાં કરેલા દાવા પર હવે 10 ઓગસ્ટના રોજ સુનાવણી હાથ ધરાશે.
મળતી માહિતી મુજબ બેન્કના ચેરમેન અશોક પીપળીયા, સાંસદ રમેશ ઘડુક, પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા, યતીશ દેસાઈ સહીત ડિરેક્ટર સામે દાવો દાખલ કર્યો હતો. જો કે બેંકના ડિરેક્ટર અને કોંગ્રેસના નેતા યતિશ દેસાઈ દ્વારા વિરોધ કરવામાં આવતા તેમની સામે દાવો પડતો મૂકવામાં આવ્યો હતો.બેન્કના સભાસદ સુરેશ ભટ્ટીએ રાજકોટ બોર્ડ ઓફ નોમિની કોર્ટમાં પુરાવા સાથે દાવો દાખલ કર્યો છે જેના પર 10 ઓગસ્ટએ સુનાવણી હાથ ધરાશે.
આ પણ વાંચો
Lok Sabha Election 2024: પલ્લવી પટેલની ભાજપમાં જોડાવવાની અટકળ, જાણો કોણ છે આ મહિલા નેતા
Haryana Clash: શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો અને ફાયરિંગ, 2નાં મોત, ઇન્ટરનેટ બંધ, ધારા 144 લાગૂ