![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Palanpur : 17 વર્ષીય પ્રેમિકા સાથે પ્રેમીએ ઘરમાં વારંવાર માણ્યું શરીરસુખ, સગીરાને મહારાષ્ટ્ર જવાનું થયું ને......
પાલનપુર તાલુકાની 17 વર્ષીય સગીરાને વડગામના ભરકાવાડાના યુવક સાથે પ્રેમસંબંધ હતા. આથી સગીરા પ્રેમીને મળવા અનેકવાર તેના ઘરે પણ જતી હતી. આ સમય દરમિયાન પ્રેમીએ સગીરા સાથે અનેકવાર શરીરસુખ માણ્યું હતું.
![Palanpur : 17 વર્ષીય પ્રેમિકા સાથે પ્રેમીએ ઘરમાં વારંવાર માણ્યું શરીરસુખ, સગીરાને મહારાષ્ટ્ર જવાનું થયું ને...... Palanpur : A 17 year old girl pregnant after physical relations with lover, police complaint against youth Palanpur : 17 વર્ષીય પ્રેમિકા સાથે પ્રેમીએ ઘરમાં વારંવાર માણ્યું શરીરસુખ, સગીરાને મહારાષ્ટ્ર જવાનું થયું ને......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/10/184fbf7ddb69758e08ae1765f7391a30_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પાલનપુરઃ બનાસકાંઠાની 17 વર્ષીય છોકરીને વડગામના યુવકે વારંવાર શરીરસંબંધ બાંધીને ગર્ભવતી બનાવી દેતા ખળભળાટ મચી ગયો છે. મામા સાથે મહારાષ્ટ્ર ગયેલી સગીરાને ત્યાં દુઃખાવો ઉપડતા સમગ્ર ઘટના સામે આવી હતી. આ અંગે સગીરાના મામાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણએ, પાલનપુર તાલુકાની 17 વર્ષીય સગીરાને વડગામના ભરકાવાડાના યુવક સાથે પ્રેમસંબંધ હતા. આથી સગીરા પ્રેમીને મળવા અનેકવાર તેના ઘરે પણ જતી હતી. આ સમય દરમિયાન પ્રેમીએ સગીરા સાથે અનેકવાર શરીરસુખ માણ્યું હતું.
દરમિયાન સગીરાને તેના મામા કોઈ કામથી મહારાષ્ટ્રના પુના સાથે લઈ ગયા હતા. દરમિયાન ભાણીને પેટમાં દુઃખાવો ઉપડતા તેને મામા પુનાની સસુન હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં તબીબે તપાસ કરતા સગીરા ગર્ભવતી હોવાનો ખુલાસો થયો હતો. આ વાત જાણી મામાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
મામાએ ભાણીની પૂછપરછ કરતાં તેને વડગામના ભરકાવાડાના યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું અને તેની નાદાનિયતનો લાભ ઉઠાવી યુવકે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હોવાનું જણાવ્યું હતું. સગીરાએ પુના ખાતે જ બાળકને જન્મ આપ્યો હતો.
સગીરાના મામાએ પુનાના વાનવડી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં ત્યાંથી સમગ્ર બળાત્કારની ફરિયાદ છાપી પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન નોંધાવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)