Surat Crime: સુરતમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી
સુરત શહેરમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. શહેરના રાંદેર વિસ્તારમાંથી પોલીસે 4 આરોપીઓ પાસેથી એક ઓટો રીક્ષા, અલગ-અલગ કંપનીની વાહનોની બેટરી, મોબાઈલ તેમજ રોકડ સહિત 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
![Surat Crime: સુરતમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી Police nabbed a gang stealing batteries from vehicles in Surat Surat Crime: સુરતમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/09/b5f6bc8c3acf7861384aa2149ceb73b0170747948897278_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરત: સુરત શહેરમાં વાહનોમાંથી બેટરી ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. શહેરના રાંદેર વિસ્તારમાંથી પોલીસે 4 આરોપીઓ પાસેથી એક ઓટો રીક્ષા, અલગ-અલગ કંપનીની વાહનોની બેટરી, મોબાઈલ તેમજ રોકડ સહિત 1.39 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા 4 આરોપીઓ પૈકીના 1 આરોપી પાસેથી મળી આવેલ ચોરીના મોબાઈલ અંગે પુછપરછ કરતા પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો હતો.
રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા ઘરફોડ અને મોબાઈલ ચોરીના 2 ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં 1 શખ્સ ભંગારનો વેપારી હોવાનું સામે આવ્યું છે.
સુરતના રાંદેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનોમાંથી બેટરી ચોરીની ફરિયાદ પોલીસને મળી હતી. જે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં રાંદેર પોલીસની ટીમ કામે લાગી હતી.પોલીસ દ્વારા સોસાયટી અને આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી.
આ દરમિયાન રાંદેર પોલીસની ટીમને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો એક ઓટો રિક્ષામાં ચોરીની બેટરીઓ લઈ રાંદેરના પાયકવાડ સ્થિત ઝંડા ચોક ખાતે આવેલ તારીક મેવની ભંગારની દુકાને વેચાણ અર્થે આવી રહ્યા છે. આ માહિતીના આધારે રાંદેર પોલીસ દ્વારા વોચ ગોઠવી ઓટોરિક્ષામાં ચોરીની બેટરી લઈ આવેલા એઝાઝ ઉર્ફે ઇલ્યાસ દભોયા અને શબ્બીર મુબારક પટેલને ઝડપી પાડ્યા છે. ઓટો રીક્ષાની તલાસી લેતા તેમાંથી પાંચથી વધુ અલગ અલગ કંપનીઓની બેટરીઓ મળી આવી હતી. જે બેટરીઓ સુરતના રાંદેર વિસ્તારમાંથી અલગ-અલગ વાહનોમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પોલીસની પૂછપરછમાં ઓટો રીક્ષા હાકિંમદિન સૈયદ નામના શખ્સની હોવાનું બહાર આવ્યું હતું. જ્યાં ઓટો રીક્ષા ચાલક હાકિંમદિન સૈયદની પણ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે પોલીસ પૂછપરછમાં આરોપીઓ વાહનોમાંથી ચોરી કરતી બેટરીઓ રાંદેરના ઝંડા ચોક ખાતે આવેલા ભંગારના વેપારી તારીક મેવને વેચાણ કરતા હોવાની હકીકત જણાવી હતી. ભંગારના વેપારી તારિક મેવની પણ ધરપકડ કરવામાં આવી હતી. ચાર પૈકીના એક આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ રાંદેર વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. આમ રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરીના બે ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી.
આ કેસમાં પોલીસે એક ઓટો રીક્ષા, રોકડા રૂપિયા,ચોરીનો એક મોબાઈલ,ચોરીની પાંચ બેટરીઓ સહિત 1.39 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)