શોધખોળ કરો

Jaunpur Viral: વિદ્યાર્થીની પાસે કિસની માંગ કરી રહ્યો હતો યુનિવર્સિટીનો પ્રોફેસર, પાસ કરાવવાના બદલામાં કરી શારીરિક સંબંધની માંગણી

આ મામલામાં પ્રિન્સિપાલે મીડિયાને જણાવ્યું હતું કે તેમને પણ આ વીડિયો મળ્યો છે

ઉત્તર પ્રદેશના જૌનપુર સ્થિત પૂર્વાંચલ યુનિવર્સિટીમાંથી એક શરમજનક ઘટના બની છે. પૂર્વાંચલ યુનિવર્સિટીના HODનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે પ્રોફેસર વિદ્યાર્થીની પાસે કિસની માંગ કરી રહ્યો અને પાસ કરવાના બદલામાં શારીરિક સંબંધની માંગ કરી રહ્યો છે. આ વીડિયો વિદ્યાર્થીનીએ પોતે બનાવ્યો છે અને આરોપી HODને પાઠ ભણાવવા માટે વિદ્યાર્થીએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ પૂર્વાંચલ યુનિવર્સિટીમાં ખળભળાટ મચી ગયો છે.

આ મામલામાં પ્રિન્સિપાલે મીડિયાને જણાવ્યું હતું કે તેમને પણ આ વીડિયો મળ્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઈ વિદ્યાર્થીની દ્વારા આવી ફરિયાદ કરવામાં આવી નથી. જોકે આરોપી પ્રોફેસર પાસેથી ખુલાસો માંગવાની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે. સાથે જ પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ પણ શરૂ કરી છે.

ઉત્તર પ્રદેશની ખૂબ જ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી માનવામાં આવે છે

પૂર્વાંચલ યુનિવર્સિટીને પૂર્વ ઉત્તર પ્રદેશની ખૂબ જ પ્રતિષ્ઠિત યુનિવર્સિટી માનવામાં આવે છે. એક સમયે સમગ્ર પૂર્વાંચલના મોટાભાગના જિલ્લાઓના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટી અથવા આ યુનિવર્સિટી સાથે જોડાયેલી કૉલેજમાં  સ્નાતકનું શિક્ષણ પૂર્ણ કરતા હતા. હાલમાં જૌનપુર, સુલતાનપુર, મઉ, આઝમગઢ, ભદોહી, બલિયા અને અન્ય નજીકના જિલ્લાઓના વિદ્યાર્થીઓ પણ પૂર્વાંચલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.

આ મામલો આ કોલેજ સાથે સંબંધિત છે જેમાં પ્રાચીન ઇતિહાસ વિભાગના વડા પ્રોફેસર પ્રદીપ સિંહ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનીને પોતાની કેબિનમાં બોલાવે છે. વિદ્યાર્થીનીને તેમની કેબિનમાં બોલાવ્યા બાદ વિભાગના વડા તેમની સાથે અશ્લીલ વાતો કરે છે. જ્યારે વિદ્યાર્થિની પ્રોફેસરનો ઈરાદો સમજી ગઈ ત્યારે તેણે ગુપ્ત રીતે તેના મોબાઈલથી વિભાગના વડાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો

Crime News: મહેસાણામાં દરગાહના વહીવટને લઈને યુવકની જાહેરમાં હત્યા, ઘટના સીસીટીવીમાં કેદ

Crime News: મહેસાણાના ઉનાવામાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે. આ હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. ઉનાવાની સાહિલ હોટલ આગળ યુવકની  હત્યા કરવામાં આવી છે. જફરસા ઉર્ફે ઈમ્તિયાઝ નામના યુવકની હત્યા કરવામાં આવી છે.

આ હત્યા અંગે સામે આવેલી વિગતો અનુસાર ઉનાવા દરગાહના વહીવટને ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી. જે બાદ દરગાહના મુજાવાર દ્વારા યુવકની  હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. ઉનાવા ખાતે આવેલ દરગાહના વહીવટને લઈ છેલ્લાં ઘણા વર્ષોથી અદાવત ચાલતી હતી. પોલીસે 7 શખ્શો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જૂનાગઢમાં અજાણ્યા શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસી કરી હત્યા

જૂનાગઢના ઈવનગર ગામે મહિલાની હત્યા કરવામાં આવી છે. મહિલાના ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ  હત્યા કરી હતી. અજાણ્યા શખ્સોએ મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. દક્ષાબેન નામના મહિલાની હત્યાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી. જો કે, મહિલાની હત્યા કેમ કરવામાં આવી તે અંગે કોઈ માહિતી સામે આવી છે. જ્યારે આ હત્યા કરવામાં આવી ત્યારે મહિલા ઘરમાં એકલી હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહિલાનો મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતા ઇમ્પેક્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરપીડિતોને સરકારની સહાય
Hun To Bolish : હું તો બોલીશ : વર્દીની લાજ તો રાખો
Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
દેશમાં 41.2 લાખ કન્ટેન્ટ ક્રિએટર્સ, પણ માત્ર 15% જ કરે છે કમાણી; બાકીના તો...
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
Embed widget