શોધખોળ કરો

રાજકોટમાં પતિ, પત્ની ઔર વોઃ પતિની બીજી પત્ની સાથે બર્બરતા, આંખ-કાન અને મોઢામાં ભરી દીધું મરચું

રાજકોટમાં ફરી પતિ, પત્ની ઔર વોના કિસ્સામાં બર્બરતાની ઘટના સામે આવી છે. પતિ સુરજ કુકડીયાની બીજી પત્નીના ઘરે જઈ પહેલી પત્ની અને તેની સાથી 7થી 8 મહિલા મિત્રોએ બર્બરતા આચરી હતી.

રાજકોટઃ રાજકોટમાં ફરી પતિ, પત્ની ઔર વોના કિસ્સામાં બર્બરતાની ઘટના સામે આવી છે. પતિ સુરજ કુકડીયાની બીજી પત્નીના ઘરે જઈ પહેલી પત્ની અને તેની સાથી 7થી 8 મહિલા મિત્રોએ બર્બરતા આચરી હતી. પતિ સુરજ કુકડીયાની પહેલી પત્ની અને અન્ય મહિલાઓએ બીજી પત્નીના આંખ, કાન અને મોઢામાં મરચુ ભભરાવી ઢોર માર માર્યો હતો. 

ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઇ છે. સુરેશ કુકડીયાએ ૩ વર્ષ પહેલા બીજી પત્ની સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. ગઈકાલ સાંજની નાના મોવા મેઈન રોડ પરના ભીમ નગર ચોકની ઘટના છે. ભોગ બનનાર 35 મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, તે શુક્રવારે રાત્રે 9 વાગ્યે ઘરે એકલી હતી ત્યારે નીતુબેન અને તેની સાથેના લોકો ઘરમાં ઘૂસી આવ્યા હતા અને હુમલો કરી દઇ મોઢે ડૂમો દઇ મરચું છાંટ્યું હતું.

સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે, સુરેશની પહેલી પત્ની નીતુ શાપરમાં રહેતી હોવાથી તે રાજકોટ નાનામવામાં આવેલા ભીમનગરમાં રહેવા આવી ગઇ હતી. સુરેશ આઠ-દસ દિવસે એકાદ વખત બીજી પત્નીને મળવા આવતો હતો. જેને લઈ નીતુ અને સુરેશ વચ્ચે માથાકૂટ થતી હતી. આ વાતની દાઝ રાખીને હુમલો કર્યો હોવાની આશંકા છે. 

રાજકોટઃ પતિની પ્રેમિકાને ઢોર માર મારી ગુપ્તભાગમાં મરચું નાંખરનાર પત્ની અને તેની બહેનની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે. નિકાવા રહેતું પ્રેમી યુગલ રાજકોટ આવતાં પ્રેમિકા પત્નીના હાથમાં આવી ગઈ હતી. જોકે, પતિ પત્નીને જોતો રીક્ષા લઈને નાસી ગયો હતો. યુવતીએ પણ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેને પ્રેમીની પત્નીએ પકડી પાડી હતી. હાલ યુવતીની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટના રીક્ષા ચાલક યુવકને નિકાવાની 39 વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધ હતા અને બંને નિકાવામાં છેલ્લા એક વર્ષથી રહેતા હતા. દરમિયાન પ્રેમી યુગલ રાજકોટ પારેવડી ચોક ખાતે આવ્યું હતું. બંને અહીં એક દુકાને ઊભા હતા, ત્યારે યુવકની પત્ની તેના પુત્ર સાથે આવી પહોંચી હતી. બીજી તરફ પત્નીને જોતાં પતિ રીક્ષા લઈને નાસી ગયો હતો અને પ્રેમિકાને પણ ભાગવાનું કહ્યું હતું. જેથી પ્રેમિકા ભાગીને નજીકમાં આવેલી મસ્જિદમાં જતી રહી હતી.

જોકે, પત્નીએ તેને પકડી લીધી હતી અને તેને ઝડપીને ત્યાં જ ઝૂડી નાંખી હતી. આ પછી તેને રીક્ષામાં બેસાડી દીધી હતી. રીક્ષામાં પણ તેને માર માર્યો હતો. દરમિયાન રસ્તામાં પરણીતાએ તેની બહેન અને તેના પુત્રને સાથે લીધો હતો અને સાથે એક જગ્યાએથી મરચાની ભૂકી પણ ખરીદી હતી. આ પછી ચેને અવધના ઢાળિયા નજીક ભૂત બંગલા પાસે લઈ આવ્યા હતા. 

અહીં પતિની પ્રેમિકાને નીચે ઉતારી ઢોર માર માર્યો હતો. તેમજ યુવતીને નિર્વસ્ત્ર કરી ગુપ્તભાગે મરચાની ભૂકી ભરી દીધી હતી. આ પછી યુવતીને કણસતી મૂકી ત્યાંથી તમામ નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસે યુવતીના પ્રેમીની પત્ની અને તેની બહેન સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget