શોધખોળ કરો

Rajkot : સરધારમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, કોણે અને કેમ કરી હત્યા?

વેરસિંગ શિંગડ નામના પરપ્રાંતીય યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે સાથે રહેલા 2 વર્ષના માસૂમ પુત્રને પણ માર માર્યો હતો. પોલીસે હત્યાના ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાંખ્યો છે.

રાજકોટઃ  સરધાર પાસે પથ્થરના ઘા ઝીકી પરપ્રાંતીય યુવકની હત્યા થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વેરસિંગ શિંગડ નામના પરપ્રાંતીય યુવકની હત્યા કરવામાં આવી હતી. હત્યા સમયે સાથે રહેલા 2 વર્ષના માસૂમ પુત્રને પણ માર માર્યો હતો. પોલીસે હત્યાના ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાંખ્યો છે અને બંને હત્યારાઓને જેલ હવાલે પણ કરી દીધા છે. 

મુળ મધ્યપ્રદેશનાં વતની અને છેલ્લા બે વર્ષથી સરધારમાં ખેત મજૂરી કરતા યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. 23 વર્ષીય વિરસિગ મહોબતસિંગ સિંગાળ તેના માસુમ પુત્ર સાથે સાયકલમાં જઈ રહ્યો હતો. આ સમયે કૌટુંબિક ભાઈઓએ પથ્થરનાં ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 2 વર્ષનાં માસુમને પણ પથ્થર વડે મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના અંગેની જાણ થતાં પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અને માસુમને સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

વિરસિંગને સંતાનમાં બે પુત્ર છે. સૌથી મોટો પુત્ર સચીન બે વર્ષનો છે. તેનાથી નાનો અશ્વિન બે માસનો છે. વિરસિંગ પુત્ર સચિનને સાઈકલ પર બેસાડી રાજકોટ રહેતા સાળાને મળવા આવ્યો હતો. ત્યાંથી બપોરે પરત વાડીએ જતો હતો. આ સમયે પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાંખવામાં હતી. કોઈ રાહદારીએ આજી ડેમ પોલીસને જાણ કરતા તેનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.

પોલીસ તપાસ દરમિયાન મૃતકની હત્યા તેના જ કૌટુંબિક ભાઈઓ કલમસિંગ ઉર્ફ કમલેશ ગુલાબસિંગ મેથુરભાઈ શીંગાળ અને રમલેશ ઉર્ફે રમેશ શંકરભાઈ મેથુરભાઈ શીંગાળે કરી હોવાનું સામે આવ્યું હતું. આશરે બે વર્ષ પહેલા પોતાન વતનમાં ખેતીની જમીન બાબતે ઝગડો ચાલતો હતો. આ અંગે ત્રણ દિવસ પહેલા મરણજનારે બંને આરોપીઓને અપશબ્દો કહ્યા હતા. જેની દાઝ રાખીને કૌટુંબિકભાઈઓએ પથ્થરના ઘા મારીને તેની હત્યા કરી નાંખી હતી. 

હાલ પોલીસે બંનેને ઝડપી લઈ કૌટુંબિક ભાઈની હત્યા અને ભત્રીજાની હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ મૃતકની લાશ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. જો કે માથાની ઈજા દેખીતી હોવાથી અને નજીકમાં જ જેનાથી હત્યા થઈ તે પથ્થર મળી આવ્યો હોય તેમજ આરોપીઓએ પણ કબૂલાત આપી હોય મૃતકની પત્નીની ફરિયાદને આધારે પોસ્ટમોર્ટમ રીપોર્ટ પહેલાં જ હત્યાનો ગુનો દાખલ કરી આજી ડેમ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 10 વાગ્યા સુધીમાં વરસશે મૂશળધાર વરસાદ, ચેતવણી જાહેર
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
Ahmedabad Rain: અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, અનેક વિસ્તારો જળમગ્ન
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
કોમનવેલ્થ ગેમ્સમાં Asmita Dey એ રચ્યો ઈતિહાસ, જુડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Embed widget