કાળજું કંપાવી દે તેવી ઘટના, બે માસની બાળકીની માઇક્રોવેવ ઓવનમાં નાખીને કરાઈ હત્યા
આ મામલામાં દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે હજુ સુધી મોતનું કારણ સ્પષ્ટ કર્યું નથી.
DELHI : દેશના પાટનગર દિલ્હીના માલવિયા નગરમાંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મહિલા પર તેની બે મહિનાની બાળકીને માઇક્રોવેવ ઓવનમાં નાખીને મારી નાખવાનો આરોપ છે. ઘટના માલવિયા નગર વિસ્તારના ચિરાગ દિલ્હી ગામની છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
At around 5pm police got the information from the hospital about the death of a 2-month-old child in Chirag Delhi in Malviya Nagar. Investigation from all angles is being conducted and a case of murder is being registered. Cause of death has not been established: Delhi Police
— ANI (@ANI) March 21, 2022
માતા-પિતાની પૂછપરછ કરી રહી છે પોલીસ
પોલીસનું કહેવું છે કે હવે અજાણ્યા હત્યારા વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવી રહ્યો છે અને તપાસ ચાલી રહી છે. પોલીસ બાળકીના માતા-પિતાની પૂછપરછ કરી રહી છે. હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં પોલીસ કોઈ કાર્યવાહી કરી શકે છે. પોલીસનું કહેવું છે કે, સાંજે લગભગ 5 વાગ્યે હોસ્પિટલમાંથી બે મહિનાની બાળકીના મોતની માહિતી મળી હતી. આ મામલામાં દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે હજુ સુધી મોતનું કારણ સ્પષ્ટ કર્યું નથી.
દુકાનના ભોંયતળિયામાં શ્વાસ રૂંધાવાથી બે ના મૃત્યુ
પૂર્વ દિલ્હીના ગાંધીનગર વિસ્તારમાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. રવિવારે અહીં એક દુકાનના ભોંયતળિયામાં બે લોકો પડી ગયા હતા. આ દરમિયાન બંનેના શ્વાસ રૂંધાવાથી મોત થયા હતા. આ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 12.07 વાગ્યે એક દુકાનના ભોંયતળિયામાં બે લોકો ફસાયા હોવાની માહિતી મળી હતી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આર. ટ્રેડિંગ કંપની નામની દુકાન કૈલાશ નગરના મેઇન રોડ પર આવેલી છે અને સામાન લઈ જતી સાયકલ રિક્ષા બનાવવાનું કામ કરે છે.પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે અબ્રાર નામનો શખ્સ દુકાનમાં કામ કરતો જોવા મળ્યો હતો. અબ્રારે પોલીસને જણાવ્યું કે દુકાન માલિકનો પુત્ર વૈભવ કથુરિયા અને અન્ય એક કામદાર સવારે 10.30 વાગ્યાની આસપાસ દુકાને પહોંચ્યા હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે વૈભવ કથુરિયા અને અન્ય કર્મચારીઓએ રાબેતા મુજબ પોતાનું કામ શરૂ કર્યું. આ દરમિયાન કામ માટે લાકડાના કેટલાક પાટિયાની જરૂર હતી, અબ્રાર તે લેવા ગયો હતો. અબ્રાર ગયા પછી દુકાનના માલિકનો 22 વર્ષનો પુત્ર અને 40 વર્ષીય ઝાકિર દુકાનના ભોંયરામાં પડ્યા હતા. 5 મિનિટ પછી અબ્રાર પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે બંને લોકો બેભાન અવસ્થામાં અંદર ફસાયેલા હતા. તેણે તરત જ પોલીસને બોલાવી અને મદદ માટે બૂમો પાડી. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી બંને લોકોને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.