Banaskatha News:પરિવારના સામૂહિક આત્મહત્યાના પ્રયાસના કેસમાં ચોંકાવનારો ખુલાસો, એક વ્યક્તિની ભૂલે 7 લોકોના જીવ મૂક્યા જોખમમાં
ડીસામાં એક જ પરિવારના 7 સભ્યોના સામુહિક આપઘાતના મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક વ્યક્તિની ભૂલના કારણે 7 લોકોના જીવ જોખમમા મૂકાયા છે.
Banaskatha News:ડીસામાં એક જ પરિવારના 7 સભ્યોના સામુહિક આપઘાતના મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. એક વ્યક્તિની ભૂલના કારણે 7 લોકોના જીવ જોખમમા મૂકાયા છે.
ડીસામાં પરિવારના 7 સભ્યોના સામુહિક આપઘાતના મામલે ચોકાવનારો ખુલાસો થયો છે. અહીં પરિવારના જ એક સભ્યની નાદાનીના કારણે 7 લોકોના જીવ જોખમમાં મૂકાયા. મળતી માહિતી મુજબ એક અસ્થિર મગજની વ્યક્તિએ ભૂલથી લસ્સીમાં ઝેરી પદાર્થ મિક્સ કરી દેતા દાદી અને પાંચ સંતાના પિતા સહિત સાત લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. જો કે આ સાતેયને સવારે તાબડતોબ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ 7 પરિવારના લોક હાલ સારવાર હેઠળ છે અને તબિયત સ્થિત છે.
Kutch: કચ્છમાં MBBSનો અભ્યાસ કરતી અમદાવાદની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આપઘાત કરી લેતા ચકચાર
કચ્છ: ભુજના જી.કે જનરલ હોસ્પીટલના મેડિકલ કૉલેજની હોસ્ટેલમાં MBBSની છાત્રાએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ભુજની અદાણી મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.
જી.કે. જનરલ હોસ્પિટલના પ્રાંગણમાં આવેલા એ બ્લોકની ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર ૧૦૪માં રહેતી દેવાંગી પટેલએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. દેવાંગીનો રૂમ સવા૨થી જ બંધ હતો સવારે ૧૧.૩૦ કલાકે બારીનો કાચ તોડી અંદર ડોકિયું કરાતાં તેણે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સ્પષ્ટ થયું. દેવાંગી અમદાવાદના નિકોલમાં રહેતી હતી. આપઘાતની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે, વિદ્યાર્થિનીએ ક્યા કારણોસર આપઘાત કર્યો તે હજુ સામે આવ્યું નથી.
લવ જેહાદના આરોપીનું કાઢવામાં આવ્યું સરઘસ
નવસારી: જિલ્લાના ખેરગામના કુંભારવાડમાં રેહતો અસીમ નિઝામમિયા શેખ નામના યુવકે એક યુવતીને પટાવી ફોસલાવીને અનેક વાર દુષ્કર્મ આચરીને ભોગવી હતી તેમ છતાં યુવતીની આંખ ઊઘડી ન હતી. સમગ્ર મામલાનો ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે વિધર્મી યુવતી સાથે લગ્ન ન કરી શક્યો એટલે યુવક આરોપીએ હિન્દુ યુવક રોનક પટેલ નામના બીલીમોરાના મળતિયા યુવક સાથે લગ્ન કરાવ્યા અને બન્ને નરાધમોએ દુષ્કર્મ આચરતા યુવતીની સમજણમાં સમગ્ર પિકચર બહાર આવ્યું અને પોલીસનો સહારો લીધો અને પોલીસે આરોપીના ગામના જઈને રીઢા ગુનેગારને ગામમાં સરઘસ કાઢીને ફેરવ્યો હતો. જેને સમગ્ર ગામ સાથે મુસ્લિમ સમાજે વધાવી લીધું હતું અને પોલીસની કામગીરીને બિરદાવી છે.