(Source: ECI/ABP News/ABP Majha)
Suicide:ત્રણ દિવસથી ગૂમ નર્સનો હોસ્પિટલમાંથી મળ્યો મૃતદેહ, આ કારણે યુવતીએ ટૂંકવાવ્યું જીવન
અમદાવાદની ચાંદખેડા હોસ્પિટલમાંથી નર્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ યુવતી છેલ્લા ત્રણ દિવસથી ગૂમ હતી બાદ તે મૃત હાલતમાં હોસ્પિટલમાંથી મળી આવી હતી. સાથે સુસાઇડ નોટ પણ મળી છે.
Suicide:અમદાવાદની ચાંદખેડા હોસ્પિટલમાંથી નર્સનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ યુવતી છેલ્લા ત્રણ દિવસથી ગૂમ હતી બાદ તે મૃત હાલતમાં હોસ્પિટલમાંથી મળી આવી હતી. સાથે સુસાઇડ નોટ પણ મળી છે.
અમદાવાદના ચાંદખેડાની SMS હોસ્પિટલમાંથી આજે નર્સનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. છેલ્લા ત્રણેક દિવસથી હોસ્પિટલમાં કામ કરનારી મહિલા નર્સ ગુમ હોવાની ચર્ચા ચાલી રહી હતી. આજે SMS હોસ્પિટલમાંથી નર્સનો મૃતદેહ સાથે સુસાઈ નોટ મળી પણ મળી આવી છે. સુસાઇડ નોટના આધારે પ્રાથમિક તપાસમાં યુવતીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાં હોવાની તારણ સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.ચાંદખેડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.
CRIME NEWS: બોટાદમાં 8 વર્ષીય બાળકીની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
Botad: બોટાદના ભગવાન પરા વિસ્તારમાંથી 8 વર્ષીય બાળકીની લાશ મળી આવી છે. અવાવરૂ જગ્યા પરથી બાળકીની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. અર્ધ નગ્ન હાલતમાં બાળકીની લાશ મળી આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને લઈ બોટાદ જિલ્લા એસ.પી, ડી.વાય.એસપી, સહિત એલસી.બી. એસ.ઓ.જી. સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો છે. બાળકીના મૃતદેહને પી.એમ. માટે સોનાવાલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક નજરે બાળકીની હત્યા થયાની આશંકા છે. પોલીસ દ્રારા અલગ અલગ ટીમો સાથે તપાસ હાથ ધરવામાં આવી છે.
વ્યાજખોરોના આતંકની વધુ એક ઘટના
અમદાવાદ:ગુજરાત પોલીસના ઈતિહાસમાં સૌથી મોટી વ્યાજખોરીનો મામલો સામે આવ્યો છે. કન્સ્ટ્રક્શનનો વેપાર કરતા વેપારી પાસે કરોડો રૂપિયાનું વ્યાજ પડાવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ગુજરાત પોલીસના ઈતિહાસમાં સૌથી મોટી વ્યાજખોરીનો મામલો સામે આવ્યો છે. કન્સ્ટ્રક્શનનો વેપાર કરતા વેપારી પાસે કરોડો રૂપિયાનું વ્યાજ પડાવ્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી રાકેશ શાહે 8 વેપારી વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.લાખ્ખો રૂપિયાની સામે કરોડો રૂપિયાનુ વ્યાજ વસુલવા છતા ધમકી મળતા પરેશાન રાકેશ શાહે આખરે ઉંઘની 50 ગોળી ખાઈને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.
રાકેશ શાહે આ મુદ્દે મીડિયા સમક્ષ વાત કરતા તેમના આંખમાં આંસુ આવી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે આપઘાતનો પ્રયાસ કર્યાં બાદ જ્યારે તે હોસ્પિટલાઇઝ્ડ હતા તે સમયે પણ વ્યાજખોરો તેને ધમકી આપતા હતા. રાકશ શાહે આપવિતી જણાવતા કહ્યું કે, વ્યાજખોરો કિડની લિવર વેચીને પણ રૂપિયા વસૂલ કરવા માટે ધમકાવતા હતા. આટલું જ નહી ફરિયાદી રાકેશ શાહે જણાવ્યું કે,
ચેક રિટર્ન કરી ખોટા કેસમા ફસાવવાની પણ ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.