શોધખોળ કરો

સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ

Surat crime news: હિન્દુ વકીલને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તનનું દબાણ કર્યું, ન માનતા માર મારી અન્ય યુવતી સાથે નિકાહ કર્યા, ચોક બજાર પોલીસ મથકે એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધાઈ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મુસ્લિમ વકીલે 'રોહન' નામથી હિન્દુ મહિલા વકીલને ફસાવી.
  • ઓળખ છુપાવી, સિંદૂર ભરી, લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું.
  • ધર્મ પરિવર્તનનો ઇનકાર કરતા માર માર્યો, જાતિવાચક ગાળો આપી.
  • વરિષ્ઠ વકીલ અને પરિવાર પર પણ આ ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ.

Surat crime news: સુરત શહેરમાં એક ચોંકાવનારો લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહીમ શેખ નામના એક મુસ્લિમ વકીલે પોતાની ઓળખ 'રોહન' તરીકે આપીને એક હિન્દુ મહિલા વકીલને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પીડિતાનો વિશ્વાસ જીતવા માટે આરોપીએ ઓફિસમાં જ તેની માંગમાં સિંદૂર પૂર્યું અને લગ્નની લાલચ આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું. જ્યારે પીડિતાએ લગ્ન માટે દબાણ કર્યું અને ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કર્યો, ત્યારે રહીમે તેને ઢોર માર મારી, જાતિવિષયક ગાળો આપી અને અન્ય યુવતી સાથે નિકાહ કરી લીધા. આ સમગ્ર મામલે પીડિતાએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, એટ્રોસિટી અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિશ્વાસ જીતવા હિન્દુ પૂજાઓમાં પણ બેસતો

મળતી માહિતી મુજબ, આરોપી રહીમ શેખ પીડિત હિન્દુ મહિલા વકીલનો વિશ્વાસ જીતવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર હતો. પોતાને હિન્દુ તરીકે રજૂ કરવા અને મહિલાને ભરોસો અપાવવા માટે તે તેની સાથે ગણપતિ પૂજા અને સત્યનારાયણ ભગવાનની કથામાં પણ હોંશે-હોંશે બેસતો હતો. તેણે મહિલાની માંગમાં સિંદૂર ભરીને તેને પોતાની પત્ની માની લીધી હોવાનો ઢોંગ રચ્યો હતો અને આ જ બહાને વારંવાર શારીરિક સંબંધો બાંધતો રહ્યો.

ધર્મ પરિવર્તનનો ઇનકાર કરતા મારઝૂડ કરી

જ્યારે પીડિતાએ લગ્ન માટે વાત આગળ વધારી, ત્યારે રહીમનો અસલી ચહેરો સામે આવ્યો. રહીમે મહિલા પર ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે મહિલા વકીલે ધર્મ પરિવર્તન માટે સ્પષ્ટ ના પાડી દીધી, ત્યારે રહીમે તેની સાથે મારઝૂડ કરી અને તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાતિવિષયક અપશબ્દો કહ્યા.

સુરતમાં 4 દિવસમાં બીજું હાફ એન્કાઉન્ટર: હત્યાના આરોપીએ પોલીસ પર હુમલો કરતા PIએ કર્યું ફાયરિંગ

સિનિયર વકીલ અને તેમના પરિવારની સંડોવણીનો આરોપ

આ કેસમાં સુરતના મુસ્લિમ સમાજના અગ્રણી અને સિનિયર વકીલ અબ્દુલ વહાબ શેખ અને તેમના પરિવારની પણ મોટી સંડોવણી હોવાનો પીડિતાએ આરોપ લગાવ્યો છે. એવો દાવો કરાયો છે કે અબ્દુલ વહાબ શેખે પીડિતાને પોતાની વાતોમાં ભોળવીને આ દુષ્કર્મમાં આરોપી રહીમને પૂરો સાથ આપ્યો હતો. એટલું જ નહીં, જ્યારે પીડિતા ધર્મ પરિવર્તન માટે ન માની, ત્યારે અબ્દુલ વહાબ શેખે છૂટાછેડા લઈને ઘરે બેઠેલી પોતાની દીકરી મારુફાના નિકાહ રહીમ સાથે કરાવી દીધા અને હિન્દુ મહિલા વકીલની જિંદગી બરબાદ કરી નાખી. હાલ પોલીસ આ સમગ્ર ષડયંત્રની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો

Frequently Asked Questions

સુરતમાં લવ જેહાદનો કયો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે?

સુરતમાં રહીમ શેખ નામના એક મુસ્લિમ વકીલે 'રોહન' નામ ધારણ કરીને એક હિન્દુ મહિલા વકીલને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું.

આરોપી રહીમ શેખે પીડિતાનો વિશ્વાસ જીતવા માટે શું કર્યું?

રહીમ શેખે પોતાને હિન્દુ તરીકે રજૂ કરવા માટે ગણપતિ પૂજા અને સત્યનારાયણ ભગવાનની કથામાં પણ ભાગ લીધો હતો. તેણે પીડિતાની માંગમાં સિંદૂર ભરીને લગ્નનો ઢોંગ કર્યો હતો.

પીડિતાએ ધર્મ પરિવર્તનનો ઇનકાર કરતા શું થયું?

જ્યારે પીડિતાએ ધર્મ પરિવર્તન કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો, ત્યારે રહીમે તેની સાથે મારઝૂડ કરી અને જાતિવિષયક અપશબ્દો કહ્યા. ત્યારબાદ તેણે અન્ય યુવતી સાથે નિકાહ કરી લીધા.

આ કેસમાં અન્ય કયા લોકોની સંડોવણીનો આરોપ છે?

પીડિતાએ સિનિયર વકીલ અબ્દુલ વહાબ શેખ અને તેમના પરિવાર પર પણ સંડોવણીનો આરોપ લગાવ્યો છે. તેમણે પીડિતાને ભોળવીને રહીમને મદદ કરી હોવાનું જણાવ્યું છે.

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget