Crime News: UPથી પ્રેમિકાને ભગાડીને સુરત લાવ્યો પ્રેમી, આચર્યું દુષ્કર્મને પછી.....
Surat News: સગીર પ્રેમિકાને વતન જવું હતું પણ પ્રેમી મોકલવા માંગતો નહોતો. ૨સોઇ બનાવતા દાઝી કહીને સિવિલમાં દાખલ કરી ભાગ્યા બાદ પ્રેમી પકડાયો.
Surat Crime News: ઉત્તર પ્રદેશના જયસિંહપુર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને તેના ઘરની નજીક રહેતો પ્રેમી ભગાડીને સુરત લઈ આવ્યો હતો. જ્યાં તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતું અને બાદમાં પ્રેમીએ મિત્રો સાથે મળી પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. જે બાદ સગીરાને પ્રેમી જ નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો અને તેના પરિવારને જાણ કરી હતી. પરિવારજનો યુપી પોલીસ સાથે સુરત આવતાં પ્રેમી ફરાર થઈ ગયો હતો. ઉત્તર પ્રદેશ પોલીસ સાથે મળી સુરત એસજીએ સગરામપુરા તલાવડી વિસ્તારમાંથી આરોપી મહાવીર ઉર્ફે વીરે છેદીલાલને ઝડપી લીધો હતો. પ્રેમી સગીર પ્રેમિકાને વતન જવા મોકલવા ઈચ્છતો નહોતો. જેથી તેણે રસોઈ બનાવતી વખતે દાઝી ગયાનું કહી પ્રેમિકાને સુરત હોસ્પિટલમાં દાખલ કરાવી હતી.
શું છે મામલો
યુપીના સુલતાનપુરમાં રહેતા ખેડૂત પરિવારના 17 વર્ષીય સગીરાને તેના જ ઘર નજીક રહેતો મહાવીર નિષાદ બે મહિના પહેલા ભગાડી ગયો હતો. ત્યાર બાદ સગીરાના ગુમ થવા અંગે પરિવારે સુલતાનપુરમાં પોલીસને જાણ કરી હતી. 27 માર્ચના રોજ કિમ ચોકડી નજીક જંગલ વિસ્તારમાં મહાવીરે તેના મિત્રો સાથે મળીને સગીર પ્રેમિકાને પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી. મારી નાંખવાનો પ્રાયસ કરતાં પહેલા સગીરા પર મહવીરે દુષ્કર્મ કર્યુ હતું. સળગાવી દીધા બાદ તે ખુદ પ્રેમિકાને નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો અને ત્યાંથી મુકીને ફરાર થઈ ગયો હતો. સગીરાના પરિવારને ફોન કરીને સળગાવી દીધની જાણ કરી હતી. આરોપી સુરતમાં જ છુપાયેલો હોવાની બાતમીના આધારે પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરની સૂચનાના આધારે એસઓજી ટીમે આરોપી મહાવીર ઉર્ફે વીરે છેદીલાલ નિષાધને ઝડપી પાડ્યો હતો.
સગીર પ્રેમિકાએ વતન જવાની કરી હતી જીદ
મહાવીર ઉર્ફે વીકે નિષાદ સગીર પ્રેમિકાને યુપીથી ભગાડી કીમ લાવ્યો હતો. જે બાદ સગીરાએ પરત વતન જવાની વાત કરી હતી.જોકે પ્રેમી તેને વતન જવા દેવા માંગતો નહોતો અને દુષ્કર્મ કરી જીવતી સળગાવી દીધી હતી. જોકે જીવ બચી જતાં બેભાન હાલતમાં નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. તેણે તબીબોને રસોઈ કરતી વખતે દાઝી ગઈ હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ
Weather Update: દિલ્હી-NCRમાં પડશે ભીષણ ગરમી, આ રાજ્યોમાં વરસાદથી વાતાવરણમાં આવશે પલટો