Crime News: સુરતમાં સ્પાની આડમાં ચાલતું હતું કૂટણખાનું, પોલીસે રેડ પાડતાં જ.....
Surat News: સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર રેડની કામગીરી કરી હતી.
Surat Crime News: સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની એન્ટી હ્યુમન્સ સ્કોડ દ્વારા સગરામપુરા હીરા મોદીની શેરીમાં સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના પર રેડની કામગીરી કરી હતી. રેડમાં પોલીસે એક મહિલા મેનેજર અને 7 ગ્રાહકો મળી કુલ 8 શખ્સોની અટકાયત કરી હતી.
ભાડાની દુકાનમાં ચાલતો હતો ગોરખધંધો
પોલીસ તપાસના સામે આવ્યું હતું કે જયેશભાઈ ચૌહાણ દ્વારા હીરા મોદીની શેરીમાં બે દુકાનોની ભાડે આપવામાં આવી હતી. જેમાં દુકાન ભાડે રાખનાર બંને શખ્સો દ્વારા સ્પાની આડમાં કુટણખાનું શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય મૂળની મહિલાઓ દ્વારા સ્પાની આડમાં દેહ વ્યાપાર કરવામાં આવતો હતો. જ્યારે કમિશન એજન્ટ દ્વારા ગ્રાહકોને અહીં લાવવામાં આવતા હતા. પકડાયેલી મહિલા મેનેજર સહિત કુલ આઠની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
સચિનમાં યુવતી પર સરાજાહેર ગળા પર કટર ફેરવી દેતા ચકચાર
સુરતમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. યુવતી પર સરાજાહેર ગળા પર કટાર ફેરવી દેવામાં આવ્યું હતું. જેના કારણે તેને ગળાના ભાગે 8 ટાંક આવ્યા હતા.
શું છે મામલો
સુરતમાં રહેતી એક યુવતીના ગળા પર પૂર્વ પ્રેમીએ કટર ફેરવી દીધું હતું. નોકરીએ જઈ રહેલી પ્રેમિકા પર પૂર્વ પ્રેમીએ હુમલો કર્યો હતો. પ્રેમી યુવતી સાથે કાયમ રોકટોક કરતા યુવતીએ સંબધ તોડ્યો હતો. પ્રેમી યુવતીને પ્રેમસંબધ રાખવા દબાણ કરતો હતો. પ્રેમીએ પોતાની સાથે જવા દબાણ કરતા પ્રેમિકાએ ઇન્કાર કરતા તેના ગળા પર કટર ફેરવ્યું હતું. યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સચિન પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી રામસિંગ નામના આરોપીની ઘરપકડ કરી હતી.
મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટના
મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની બે ઘટનામાં બે લોકોના કરૂણ મોત થયા છે. મહેસાણાના ઉંઝા કોડહા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં ખેતરમાં કામ કરવા જતાં ખેડૂતનું મોત થયુ છે. અજાણ્યા વાહન ચાલકે ટક્કર ખેડૂતને ટક્કર મારતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ખેડૂતનું મોત થયું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી ઘટના વિજાપુર હિંમતનગર હાઈવે પર કનકપુરા ગામ પાસે બની હતી. જેમાં અજાણ્યો વાહન ચાલક 70 વર્ષની વૃદ્ધ મહિલાને ટકકર મારી ફરાર થયો હતો. વાહનની ટક્કરે મહિલાનું મોત થયું હતું. વિજાપુર પોલીસે અક્સ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.