શોધખોળ કરો

Surat: રત્ન કલાકારને હનીટ્રેપમાં ફસાવનારી ટોળકી ઝડપાઈ, થઈ શકે છે અનેક ખુલાસા

સુરતમાં મદદના નામે યુવકને હનીટ્રેપમાં ફસાવનારી ટોળકી ઝડપાઈ ગઈ છે. મહિધરપુરાનો રત્નકલાકાર હનીટ્રેપમાં ફસાયો હતો.

Surat Honeytrap: સુરતમાં મદદના નામે યુવકને હનીટ્રેપમાં ફસાવનારી ટોળકી ઝડપાઈ ગઈ છે. મહિધરપુરાનો રત્નકલાકાર હનીટ્રેપમાં ફસાયો હતો. 6 મહિના પહેલા આરોપીએ પેટ્રોલની મદદ કરી ફરિયાદીનો નંબર મેળવ્યો હતો. 6 માર્ચના રોજ આરોપીએ રત્નકલાકારને મળવા માટે બોલાવ્યો હતો. ઉધનાના એપાર્ટમેન્ટમાં રત્ન કલાકારને મળવા બોલાવી યુવતી સાથે ફોટા પાડી રત્ના કલાકારને બ્લેકમેલ કરાયો હતો. જે અંગે તેણે પોલીસ ફરિયાદ કરતાં ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસની પૂછપરછ દરમિયાન અનેક ખુલાસા થઈ શકે છે.

મહિધરપુરામાં સ્વાગત એપાર્ટમેન્ટમાં રહેતા 38 વર્ષીય કાસીનાથ ભીમનન્ન મડગુ વોચમેન-રત્ન કલાકાર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ તેલંગાણાના વત્ની કાશીનાથ 6 મહિના પહેલા સવારે પત્ની સાથે પલસાણા ખાતે શેઠના ફાર્મ હાઉસમાં સફાઇ કરવા ગયા હતા. બપોરે ત્યાંથી આવતી વખતે ઉધના મેઇન રોડ પાસે મોપેડનું પેટ્રોલ પૂરું થઈ જતાં ધક્કો મારીને આવતા હતા ત્યારે બાઇક પપરથી પસાર થતાં અજાણ્યાએ પેટ્રોલ કાઢી આપીને મદદ કરી હતી. તેણે પોતાનું નામ જીતુ હોવાનું કહીને કાશીનાથનું નામ, સરનામું અને મોબાઇલ નંબર મેળવ્યો હતો. બાદમાં તે અવારનાર તેમને ફોન કરીને મળવા બોલાવતો હતો પરંતુ ના પાડતા હતા.

ચાર દિવસ પહેલા જીતુએ મળવા બોલાવતાં તેણે આપેલા એડ્રેસ પર તેઓ ગયા હતા. તે આગ્રહ કરીને ઘરમાં લઈ ગયો હતો અને કાશીનાથને અંદરના રૂમમાં બેસાડી દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. અંદર એક છોકરી આવતાં કાશીનાથે તેનો મિત્ર જીતુ હારથી બંધ કરીને ગયો હોવાનું કહ્યું હતું. થોડીવારમાં ચાર જણા આવ્યા હતા અને પોલીસ તરીકે ઓળખ આપી હતી.

જેમાંથી બે જણાએ કમરના ભાગે હાથકડી લટકાવી હતી. પોલીસના સિમ્બોલવાળા ખાખી માસ્ક પહેર્યા હતા. તેમણે કાશીનાથને બળજબરીથી કપડા કઢાવી માર મારી બેડ પર સુવડાવી આ ચોકરીની સાથે નગ્ન ફોટા અને વીડિયો લઇ લીધા હતા. પછી જો પોલીસથી છૂટવું હોય તો 5 લાખ રૂપિયા માંગ્યા હતા. કાશીનાથે છેલ્લે બે લાખ તો આપવા જ પડશે તેમ કહીને માર માર્યો હતો. કાશીનાથે 50 હજાર આપવાનું કહી એક વ્યક્તિ પાસેથી પૈસા મંગાવ્યા હતા. આ અંગે તેમણે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પત્નીના ક્રેડિટ કાર્ડમાંથી પણ રૂપિયા ઉપાડી લીધા

કાશીનાથને તેના મિત્ર પ્રવીણે ફોન કરીને મેડિકલ ઈમરજન્સી હોવાથી અરજન્ટ 50 હજારની માંગણી કરી હતી. કાશીનાથ હોસ્પિટલ પહોંચ્યાત્યારે ટોળકીના સાગરિતો ઉભા હતા. કાશીનાથે ફોન પર વાચ કરી પૈસા અજાણ્યા આપવા કહ્યું હતું અને તે પૈસા લઇને નીકળી ગયો હતો. ઉપરાંત ફ્લેટમાં હતા ત્યારે અજાણ્યા ઇસમે કાશીનાથના પર્સમાંથી તેની પત્નીનં ક્રેડિટકાર્ડ કાઢી લીધું હતું અને પાસવર્ડ પૂછીને જતો રહ્યો હતો અને એટીએમમાંથી 18,999 રૂપિયા ઉપાડી લીધા હતા. ઉપરાંત જો કોઈને જાણ કરી તો પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ટોપ સ્ટોરી

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ

વિડિઓઝ

Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો
Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
Embed widget