Vadodra: ઈન્ટર્ન તબીબે રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું
વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના વિદ્યાર્થી પર જુનિયર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. MBBSનો અભ્યાસ કરતી સુરતની વિદ્યાર્થિની સીનિયર વિદ્યાર્થી નિર્ભય જોશીના સંપર્કમાં આવી હતી.
![Vadodra: ઈન્ટર્ન તબીબે રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું The intern doctor molested the student after threatening to make the recording viral in vadodra Vadodra: ઈન્ટર્ન તબીબે રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/18/1e47dcf0e2995231554a5e5c366090f0171076736473078_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વડોદરા: વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજના વિદ્યાર્થી પર જુનિયર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. MBBSનો અભ્યાસ કરતી સુરતની વિદ્યાર્થિની સીનિયર વિદ્યાર્થી નિર્ભય જોશીના સંપર્કમાં આવી હતી. તબીબી વિધાર્થીનીને ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવાની ધમકી આપી ઈન્ટર્ન તબીબે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આરોપી નિર્ભય પ્રકાશભાઇ જોષી ગોત્રી મેડિકલ કોલેજના મેડિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરે છે અને ગોત્રી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહે છે. મેડિકલના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની તેના સિનિયર અને રેસિડેન્ટ તબીબ નિર્ભય જોષી પાસે અવારનવાર માર્ગદર્શન લેવા માટે જતી હતી. જેને લઈ બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ હતી.
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો કોલ પર વાતચીત થતી હતી. જે વાતચીતના આધારે નિર્ભય જોશીએ વિધાર્થિનીને પ્રેમ સંબંધ રાખવા માટે વાત કરી. પણ વિધાર્થીનીએ ના પાડતાં ઇન્ટર્ન તબીબ નિર્ભય જોશીએ તેમની વચ્ચેની વાતચીતનો ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. જેનું રેકોર્ડિંગ નિર્ભય રાખતો હતો. બાદમાં નિર્ભય રેકોર્ડિંગ હોવાનું કહી વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરતો હતો. 15 માર્ચની રાત્રે નિર્ભયે તમામ રેકોર્ડિંગ ડિલિટ કરવાના બહાને વિદ્યાર્થિનીને મેડિકલ કૉલેજની છત પર બોલાવી હતી. જ્યાં તેણે દુષ્કર્મ આચર્યું હતું.
વિધાર્થીનીએ ઓડિયો રેકોર્ડિંગ ડિલીટ કરવા માટે નિર્ભયને આજીજી કરતાં તેને રાત્રિના સમયે નિર્ભયે મેડિકલ કોલેજના છત પર બોલાવી હતી. વિધાર્થીની છત પર પહોચતાં જ આરોપી તબીબે વિધાર્થીનીને પાછળથી પકડી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું. તેમજ ઘટનાની જાણ કોઇને કરશે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી હતી. જેનાથી વિધાર્થીની ડરી ગઈ હતી. વિધાર્થીનીએ સમગ્ર ઘટનાની હકીકત તેના રૂમમેટને કરતાં પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી. જેથી પીડિતા વિધાર્થીનીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં આરોપી ઈન્ટર્ન તબીબ નિર્ભય જોષી સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે મૂળ ગાંધીનગરના નિર્ભય જોશીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વિદ્યાર્થીનીની ફરિયાદના આધારે ગોરવા પોલીસે કલમ 376, 377, 306(2) ની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી ઈન્ટર્ન તબીબ નિર્ભય જોષીની ગાંધીનગરથી ધરપકડ કરી. આરોપી નિર્ભયે વિધાર્થીનીને ગળા અને ખભાના ભાગે નખ મારીને ઈજા પણ પહોચાડી હતી. પોલીસે આરોપી અને પીડિતા બંનેનું મેડિકલ પરીક્ષણ પણ કરાવ્યું. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)