શોધખોળ કરો

1500 રૂપિયા માટે એક પરિવારના ત્રણ લોકોએ કરી આત્મહત્યા, દીકરાએ ફાંસી લગાવી તો મા-દીકરીએ ખાધુ ઝેર

પૈસા ન મળવાથી ગુસ્સે થઈને તે ઘરે પાછો ફર્યો અને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

ઉત્તર પ્રદેશના ગોરખપુરના હરપુર બુધહટ પોલીસ સ્ટેશન વિસ્તારના કુચડેહરી ગામમાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુચડેહરી ગામમાં એક જ પરિવારના ત્રણ લોકોએ આત્મહત્યા કરી છે. 1500 રૂપિયાના વિવાદને કારણે આ ઘટના બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મુંબઇમાં કપડાં પ્રેસ કરવાનું કામ કરતા મોહિત કનૌજિયા (18) મંગળવારે તે તેની માતા કૌશલ્યા દેવી અને બહેન સુપ્રિયા સાથે દવા ખરીદવા બજારમાં જઈ રહ્યો હતો. રસ્તામાં તેણે તેની માતા પાસે તેનો મોબાઈલ રિપેર કરાવવા માટે 1500 રૂપિયા માંગ્યા હતા. પૈસા ન મળવાથી ગુસ્સે થઈને તે ઘરે પાછો ફર્યો અને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.

જ્યારે માતા અને બહેન ઘરે પહોંચ્યા ત્યારે તેઓએ દરવાજો બંધ જોયો હતો. પડોશીઓની મદદથી દરવાજો તોડવામાં આવ્યો અને અંદર જોયું તો મોહિતે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મોહિતના મોતના કારણે માતા કૌશલ્યા દેવી (55) અને બહેન સુપ્રિયા (14) આ આઘાત સહન ન કરી શક્યા અને ઝેર પી લીધું હતું. ગ્રામજનોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી અને બંનેને તાત્કાલિક મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા, જ્યાં ગુરુવારે પહેલા સુપ્રિયા અને પછી કૌશલ્યા દેવીનું મૃત્યુ થયું હતું.

પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી

એસપી નોર્થ જિતેન કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે આ પારિવારિક વિવાદનો મામલો છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે, મોહિતના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને તેને બે પરિણીત બહેનો સ્નેહલતા અને શશીલતા છે.

નોંધનીય છે કે ગયા મહિનામાં ઉત્તર પ્રદેશના દેવરિયામાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી તેના મૃતદેહને સુટકેસમાં ભરીને ફેંકી દીધો હતો. સુટકેસમાં ભરેલા પહેલા તેની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આ ગુનો કર્યો હતો. તેનો પ્રેમી તેનો ભાણો છે. પત્ની અને તેના પ્રેમીએ લાશને સુટકેસમાં ભરીને લગભગ 50 કિલોમીટર દૂર ફેંકી દીધી હતી. જે વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી તે સાઉદી અરેબિયામાં કામ કરતો હતો અને એક અઠવાડિયા પહેલા જ ત્યાંથી ઘરે પાછો ફર્યો હતો. તે તેની પત્નીના અફેરમાં અડચણ બની રહ્યો હતો. તેથી પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેની હત્યાનો પ્લાન ઘડ્યો. અને તેણે તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારીને તેની ક્રૂરતાથી હત્યા કરી દીધી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Embed widget