Crime News: સુરત વેડ રોડ પર અસામાજિક તત્વોનો આતંક, તલવાર સાથે ઘરમાં ઘૂસી ત્રણ લોકો પર કર્યો જીવલેણ હુમલો
સુરત વેડ રોડ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો, અહીં ઘરમાં ઘૂસીને હુમલાખોરોએ તલવાર વડે ત્રણ લોકો પર જીવલેણ હુમલો કર્યો. નજીવી બાબતે હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
Crime News:સુરત વેડ રોડ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો, અહીં ઘરમાં ઘૂસીને હુમલાખોરોએ તલવાર વડે ત્રણ લોકો પર જીવલેણ હુમલો કર્યો. નજીવી બાબતે હુમલો કરાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
સુરતના વેબ રોડ પર નજીવી બાબતે હુમલાખોરો ઘરમાં ઘૂસ્યા અને તલવાર અને અન્ય ઘાતક હથિયાર વડે ઘરમાં મોજૂદ ત્રણ લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. હુમલો એટલો ખતરનાક હતો કે, પીડિતનું આખા ઘરની ટાઇલ્સ લોહી લુહાણ થઇ ગઇ હતી. ઘરના સમગ્ર દ્રશ્યો જોયા બાદ કહી શકાય કે, હત્યાના ઇરાદાથી જ આવ્યાં હતા.
Navsari: નવસારીમાં ટ્રક ચાલકે બાઈક સવારને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત
નવસારી: નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ભૂલા ફળિયા પાસે બાઈક સવારને ટ્રક ચાલકે અડફેટે લીધો છે. જેમાં બાઈક સવારનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નિપડ્યું છે. અકસ્માત બાદ 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જે બાદ મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. નવસારી ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મૃતક યુવક ગણદેવી તાલુકાનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
16 વર્ષના કિશોરેનું અકસ્માતમાં મોત
અમદાવાદ: માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. બાળકોને વાહન આપતાં પહેલા માતા પિતાએ ચેતી જવાની જરૂર છે. અમદાવાદના ઇન્દિરા બ્રિજ ભદ્રેશ્વર સોસાયટી પાસે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 16 વર્ષીય કિશોરનું સ્કૂલે જતી વખતે એક્ટિવા સ્લીપ થઈ જતાં મોત નીપજ્યું છે. એક્ટિવા પર કિશોર અને તેની પાડોશમાં રહેતી કિશોરી એક્ટિવા પર સવાર હતા. એક્ટિવા સ્લીપ થઈ જતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા કિશોરનું મોત નીપજ્યું છે. તો બીજી તરફ એક્ટિવા પર પાછળ બેઠેલી કિશોરીને આંખના ભાગે ઇજાઓ પોહચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ છે. હવે આ મામલે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં ટેમ્પો જીવંત વીજ વાયરને અડી જતા લાગી આગ
સાવલી તાલુકાના સાકરદા-ભાદરવા રોડ ઉપર આઇસર ટેમ્પો જીવંત વીજ વાયરને અડી જતા ટેમ્પામાં આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી કે ચાલકનું ઘટના સ્થળે જ મોજ નીપજ્યું હતું. સાકરદા-ભાદરવા રોડ પર એક ખાનગી કંપનીની બહાર આ દુર્ઘટના સર્જાઈ હતી. આ આગની ઘટના બાદ ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા યુવક સામે નોંધાયો પ્રથમ કેસ
ઉત્તરાયણમાં જીવલેણ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવવા પર પોલીસે પ્રતિબંધ મુક્યો છે. આ દરમિયાન અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવતા યુવક સામે પહેલો કેસ નોંધાયો છે. પેટ્રોલિંગ સમયે એક યુવક ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ઘાટલોડીયા ચાણક્યપુરી બ્રીજ પાસે આવેલા ખુલ્લા મેદાનમાં યુવક પતંગ ચગાવતો હતો. પોલીસે મેદાનમાં જઈને તપાસ કરતા અજય વાઘેલા નામનો યુવક ચાઈનીઝ દોરીની રીલ પર પતંગ ચગાવતો હતો. પોલીસે અજયે ચગાવેલો પતંગ ઉતારાવ્યા બાદ તેના વિરુદ્ધમાં ગુનો નોંધ્યો હતો અને ચાઈનીઝ દોરી જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી.