ખુશખબર આવે તે પહેલા જ બની આ ખતરનાક ઘટના, અલવરની આ ઘટના દરેક યુવતીઓને કરે છે એલર્ટ
રાજસ્થાનના અલવરમાં રહેતી આ યુવતીની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે નોકરીની લાલચે યુવતી કારમાં તે યુવક સાથે ઘરેથી નીકળી હતી. જો કે બાદ તેમની સાથે જે થયું તે સાંભળીને આપ ચૌંકી જશો
અલવર: રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. શાળામાં નોકરી અપાવવાના બહાને વીસ વર્ષની યુવતી પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ગામનો એક પરિચિત તેને નોકરી અપાવવાના બહાને સાથે લઈ આવ્યો હતો. જ્યાં તેને નોકરી મળવાની હતી તે સ્કૂલ પાસે અન્ય બે લોકો તેની રાહ જોઈ રહ્યા હતા. ત્રણેયએ તેના પર હુમલો કર્યો, તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું , તેને માર માર્યો અને ખરાબ હાલતમાં ઘરની બહાર ફેંકી દીધી.
શાળામાં નોકરીની વાત હતી
અલવર જિલ્લાના NEB પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો છે. નોંધાયેલા રિપોર્ટ પર પોલીસે જણાવ્યું કે, ગામમાં રહેતી એક વીસ વર્ષની છોકરી તેના પરિવારની જવાબદારી સંભાળે છે. યુવતી પોતે, તેની માતા અને બે નાના ભાઈ થોડા સમય પહેલા ગામમાં રહેવા આવી હતી. નજીકમાં રહેતો દોલત નામનો યુવક યુવતીને મળ્યો અને તેણે કહ્યું કે તે તેને સ્કૂલમાં નોકરી અપાવી દેશે.
યુવતીએ તેની માતાને આ વાત કહી તો માતા પણ ખુશ થઈ ગઈ. ગઈકાલે બપોરે યુવતીને તેના દસ્તાવેજો તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું હતું અને સાંજે દોલત તેની કારમાં તેને લેવા આવ્યો હતો. જ્યારે તે કાર લઈને ગામની બહાર એક સ્કૂલ પાસે પહોંચ્યો ત્યારે તેના બે મિત્રો ત્યાં પહેલેથી જ રાહ જોઈ રહ્યા હતા. ત્યારબાદ દૌલત તેને તેના ઘરે લઈ ગયો. ત્યાં લઈ ગયા બાદ ત્રણેયએ તેમની સાથે સામૂહિક બળાત્કાર કર્યો હતો. યુવતીને ખરાબ હાલતમાં તેના ઘરે છોડી દેવામાં આવી હતી. પીડિતાએ આ મામલે પોલીસમાં કેસ નોંધાવ્યો છે.