Surat Crime: સાઇબર ક્રાઇમે 17 લાખથી વધુની છેતરપીંડી કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી
છેતરપીંડી કરનાર રોનીત ભુરાજી મોડીયા અને વિરેન્દ્ર ડોમાજી સોમકુંવર એમ બે આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે.
સુરત: સુરત સાઇબર ક્રાઇમ પોલીસે રૂપિયા 17 લાખથી વધુની છેતરપીંડીના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. છેતરપીંડી કરનાર રોનીત ભુરાજી મોડીયા અને વિરેન્દ્ર ડોમાજી સોમકુંવર એમ બે આરોપીઓની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ફરિયાદીને શેર માર્કેટમાં અપર સર્કિટના શેર ખરીદવા માટે ઇન્સ્ટીટ્યુશનલ એકાઉન્ટ ઓપન કરવાથી સારૂ એવું વળતર મળશે તેવી લોભામણી લાલચો આપી હતી.
બાદમાં ફરિયાદીના મોબાઈલ વોટ્સએપમાં લીંક મોકલી બે અલગ-અલગ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં રૂપિયા 20,50, 000 લાખ IMPS થી ટ્રાન્સફર કરાવી તેમાંથી ફરિયાદીને રૂપિયા 3 લાખ વિડ્રોલ કરાવી બાકીના રૂપિયા 17, 50, 000 લાખ પ્રોફીટના રૂપિયા વિડ્રોલ ન થતાં ફરિયાદી સાથે છેતરપીંડી કરી હતી. જે મામલે સુરત સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસમાં સુરત સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
Surat: વિદ્યાર્થીનીને શિક્ષકે જ પીંખી નાંખી, બાઇક બેસાડી ઘરે લઇ જઇને આચર્યુ દુષ્કર્મ
સુરતમાંથી વધુ એક શરમજનક ઘટના સામે આવી છે, સ્કૂલના શિક્ષકે સ્કૂલની જ વિદ્યાર્થીને હવસનો શિકાર બનાવી છે. લિફ્ટ આપવાના બહાને શિક્ષકે સ્કૂલમાં ધોરણ 11માં ભણતી 16 વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. સ્કૂલમાં ડાન્સ શીખવતા શિક્ષકે વિદ્યાર્થીની બાઇક પર બેસાડીને સ્કૂલમાં લઇ જવાનું કહીને તેના ઘરે લઇ જઇને દુષ્કર્મ આચર્યુ હતુ, આ પછી વિદ્યાર્થીનીએ સ્કૂલમાં જવાનું બંધ કરી દેતા આ સમગ્ર કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. આ ઘટના સુરતના કતારગામના ચોકબજાર વિસ્તારમાં ઘટી હતી.
સુરતમાં શહેરમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, અહીં કતારગામ વિસ્તારમાં એક વિદ્યાર્થીની એક શિક્ષકની હેવાનિયનો ભોગ બની છે. આ અંગે વિદ્યાર્થીનીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ખરેખરમાં ઘટનાની વિગતો એવી છે કે, શહેરના ચોકવિસ્તારમાં એક સ્કૂલ છે, આ સ્કૂલમાં ડાન્સ શીખવતા એક શિક્ષકે સ્કૂલમાં જ ધોરણ 11માં ભણતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યુ છે.
27 વર્ષીય ડાન્સ શિક્ષકે ધોરણ 11માં ભણતી 16 વર્ષીય વિદ્યાર્થીનીને સ્કૂલ સુધી લિફ્ટ આપીને સ્કૂલમાં લઇ જવાનું કહ્યું હતુ, આ પછી ડાન્સ શિક્ષકે વિદ્યાર્થીનીને તેના ઘરે લઇ ગયો હતો, અને ત્યા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે, આ દુષ્કર્મની ઘટના બાદ વિદ્યાર્થીનીએ અચાનક સ્કૂલ જવાનું બંધ કરી દેતા વિદ્યાર્થીનીના માતા પિતાને આ સમગ્ર ઘટના અંગે જાણ થઇ હતી. વિદ્યાર્થીનીના માતા પિતાએ આ દુષ્કર્મની ઘટના અંગે શહેરના કતારગામ પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.