શોધખોળ કરો
શૂટિંગમાંથી પરત ફરી રહેલી TV એક્ટ્રેસની કારનો અકસ્માત, 2નાં મોત
બંને એક્ટ્રેસ હૈદરાબાદમાં તેમના પ્રોજેક્ટનું શૂટિંગ કરીને ઘેર પરત ફરતી હતી ત્યારે તેની કારની સામે એક ટ્રક આવી ગયો હતો.

મુંબઈઃ સાઉથની ઇન્ડસ્ટ્રી માટે માઠા સમાચાર છે. રિપોર્ટ્સ પ્રમાણે એક કાર એક્સિડેન્ટમાં બે ટીવી એક્ટ્રેસના મોત થયા છે. બંને એક્ટ્રેસ શૂટિંગ પતાવીને પરત ફરતી હતી ત્યારે ઘટના બની હતી. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, એક્સિડેન્ટમાં મોતને ભેટનારી બંને ટીવી એક્ટ્રેસના નામ અનુષા રેડ્ડી અને ભાર્ગવી છે. બંને એક્ટ્રેસ હૈદરાબાદમાં તેમના પ્રોજેક્ટનું શૂટિંગ કરીને ઘેર પરત ફરતી હતી ત્યારે તેમની કારની સામે એક ટ્રક આવી ગયો હતો. ટ્રકથી બચવા તેણે સાંકડી સડક પર ગાડી સાઇડમાં લેવાની કોશિશ કરી હતી. જેમાં કાર પરથી નિયંત્રણ ગુમાવી દેતા ગાડી સીધી જ ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં બંને એક્ટ્રેસના કરૂણ મોત થયા હતા. જ્યારે બે એક્ટ્રેસ ઘાયલ થઈ હતી. જે બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અહેવાલ પ્રમાણે ભાર્ગવી(20 વર્ષ) અને અનુષા (21 વર્ષ) તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચમકવાના સપના જોતી હતી. હાલ બંને નાના પડદા પર કામ કરતી હતી. ભાર્ગવી ટીવી શો મુત્યાલા મુગ્ગુમાં નેગેટિવ રોલ નિભાવતી હતી. જ્યારે અનુષા પણ કેટલાક પ્રોજેક્ટ્સમાં કામ કરી ચુકી છે. અનુષા રેડ્ડી તેલંગાણાના જયશંકર ભુપાલાપલ્લીની રહેવાસી છે. જેટ એરવેઝ નહીં ભરે ઉડાન, બેંકોએ ઋણ આપવાનો ઇન્કાર કરતાં તમામ ફ્લાઇટો કરાઇ સસ્પેન્ડ કોંગ્રેસે ગરીબોના હક છીનવ્યા, મધ્યમવર્ગની અવગણના કરીઃ સુરેન્દ્રનગરમાં PM મોદીનું સંબોધન ક્રિકેટર સાથે લગ્ન કરવા માતા-પિતા બનતા હતા અડચણ, બોયફ્રેન્ડ સાથે મળીને કર્યું એવું કે....
વધુ વાંચો





















