શોધખોળ કરો

Surendranagar: લીંબડીમાં અજાણ્યા શખ્સો બે યુવકો પર કર્યું ફાયરિંગ, પોલીસનો ઘટના સ્થળે

સુરેન્દ્રનગર: લીંબડી શહેરના ફિદાઈ બાગ વિસ્તારમાં બે યુવકો પર અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યું છે. બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યા શખ્સો નાસી છૂટયા હતા. 

સુરેન્દ્રનગર: લીંબડી શહેરના ફિદાઈ બાગ વિસ્તારમાં બે યુવકો પર અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કર્યું છે. બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અજાણ્યા શખ્સો નાસી છૂટયા હતા.  ઇજાગ્રસ્ત બન્ને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાની ચર્ચાઓ છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. હાલમાં DYSP,પી.આઈ, પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં સગા માસાએ 10 વર્ષીય ભત્રીજી સાથે બળજબરી કરવાનો પ્રયાસ કરતા ખળભળાટ

સુરતમાં ફરી એકવાર સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.  સુરતના પાંડેસરામાં સગા માસા એ જ 10 વર્ષીય કિશોરીની લાજ લેવાનો પ્રયાસ ચકચાર મચી ગઈ છે. કિશોરી સાથે બળજબરી પૂર્વક વિકૃત માસાએ હોઠ પર બચકાં ભર્યા હતા. બાળકીને હોંઠ પર ઇજાઓ થતા સમગ્ર હકીકત બહાર આવી હતી. આ ઘટનાની જાણ પરિવારને થતાં જ બાળકીની માતાએ પાંડેસરા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પોલીસે ગુનો નોંધી માસાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રેમપ્રકરણનો કરુણ અંજામ

પાટડી તાલુકાના પાનવા ગામના યુવક અને યુવતીએ બજાણા રેલવે ક્રોસિંગ પર આત્મહત્યા કરતા મોત નિપજ્યું છે. પરણિત યુવતી અને અપરણિત યુવકે સજોડે આત્માહત્યા કરતા ચકચાર મચી છે. બન્ને પ્રેમ પ્રકરણમાં હોય એક ન થઈ શકતા આત્મહત્યા કરી હોવાની ચર્ચાઓ છે. બન્ને મૃતદેહનો કબજો લઈ પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બન્ને મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.

કાનપુરમાં પતિની હત્યા માટે પત્નીએ પોતાના પ્રેમીને આપી સોપારી

કાનપુરના ઋષભ હત્યા કેસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. સપનાએ પતિની હત્યા કરવા માટે તેના પ્રેમી રાજ કપૂરને ત્રણ લાખની સોપારી આપી હતી. રાજ કપૂર ઉર્ફે રાજુની વોટ્સએપ ચેટમાંથી આ વાતનો ખુલાસો થયો છે. રાજુએ પૂછપરછ દરમિયાન ગુનો પણ કબૂલી લીધો છે. તેણે જણાવ્યું કે 27 નવેમ્બરે તેણે નેરવાલના રહેવાસી તેના કર્મચારી સત્યેન્દ્ર વિશ્વકર્મા ઉર્ફે સીતુ સાથે મળી ઋષભ પર હુમલો કર્યો હતો, પરંતુ તે બચી ગયો હતો. આ પછી સારવાર દરમિયાન ઈન્જેક્શન અને દવાઓના ઓવરડોઝથી ઋષભનું મોત થયું હતું. કલ્યાણપુર ખુર્દના મેડિકલ સ્ટોર ડાયરેક્ટર સુરેન્દ્ર સિંહ યાદવે પણ આમાં મદદ કરી હતી. પોલીસે ચારેય આરોપીઓને શુક્રવારે કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યા હતા. DCP પશ્ચિમ વિજય ધુલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઋષભ તિવારી તેની પત્ની સપના પાંડે સાથે શિવલી રોડ પર રહેતો હતો. ચોંકાવનારો ખુલાસો એ પણ થયો હતો કે પોલીસ વિભાગમાં સ્ટેનો રહેલા સસરાને દવાઓનો ઓવરડોઝ આપીને સપનાએ થોડા દિવસ અગાઉ હત્યા કરી હતી પરંતુ કોઇને ખ્યાલ આવ્યો નહોતો.

27 નવેમ્બરના રોજ તે તેના મિત્ર સાથે ચકરપુર ગામમાં લગ્નમાં ગયો હતો. પરત ફરતી વખતે તેની સ્કૂટીમાં પંચર પડી ગયું અને તે પંચર કરાવવા હાઇવે તરફ જવા લાગ્યો. ત્યારે શિવ હોટલની સામે બાઇક પર આવેલા બે યુવકોએ તેના હુમલો કર્યો હતો.આ કેસમાં ઋષભની પત્નીએ તેના પાડોશી રામકૃષ્ણ વિશ્વકર્મા વિરુદ્ધ FIR નોંધાવી હતી. દરમિયાન 3 ડિસેમ્બરે ઋષભનું અવસાન થયું હતું. આ કેસની તપાસમાં સામેલ પોલીસે જ્યારે સપનાની કોલ ડિટેઈલ જોઇ તો અનેક નંબર મળી આવ્યા હતા. જેની સાથે સપના અવારનવાર વાત કરતી હતી.

એવું જાણવા મળ્યું હતું કે સપના નરવાલના રાયપુરવા ખાતે રહેતા રાજ કપૂર ઉર્ફે રાજુ સાથે 2016 થી પ્રેમ સંબંધ હતા. સપનાએ ફેબ્રુઆરી 2020માં ઋષભ સાથે લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં બંનેએ મિલકત હડપ કરવા અને સાથે રહેવા ઋષભની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. હત્યા માટે તેણે તેના પ્રેમીને ત્રણ લાખની સોપારી આપી હતી. હુમલા બાદ ઘટનાસ્થળે પહોંચેલી સપનાએ પહેલા ઋષભને હૉલ્ટ અને પછી મધુરજમાં દાખલ કર્યો અને 30 નવેમ્બરે રજા મળ્યા બાદ તેને ઘરે પરત લાવ્યો. અહીં સપનાએ આશા મેડિકલ સ્ટોરના ડાયરેક્ટર સુરેન્દ્ર યાદવ પાસેથી ઈન્જેક્શન લીધું અને ઋષભને ઈન્જેક્શન અપાવ્યું અને દવાઓનો ઓવરડોઝ આપ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ

વિડિઓઝ

Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી
Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
LPG, આધાર, પગારથી લઈને કારની કિંમત સુધી... 1 જાન્યુઆરીથી થશે 9 મોટા ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
જાપાનમાં એક્સપ્રેસ-વે પર ભયાનક અકસ્માત, 50 થી વધુ ગાડીઓ ટકરાતા રૉડ પર સર્જાયા આગના દ્રશ્યો
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
સલમાન ખાનની મુશ્કેલી વધી, જાણો કયા કેસમાં કોર્ટમાં હાજર રહેવાનો થયો આદેશ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
બાંગ્લાદેશમાં ફરી બબાલ, સિંગર જેમ્સના કોન્સર્ટ પર હુમલો, ભીડે ફેક્યા પથ્થર, શો રદ
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Russia-Ukraine War: ઝેલેન્સ્કી-ટ્રમ્પ મુલાકાત પહેલા તણાવ વધ્યો, કિવમાં ભયાનક બ્લાસ્ટથી ભય
Hero Splendor થી લઈને Classic 350 સુધી, આ છે સૌથી વધુ વેચાતી બાઇક્સ; જુઓ લીસ્ટ
Hero Splendor થી લઈને Classic 350 સુધી, આ છે સૌથી વધુ વેચાતી બાઇક્સ; જુઓ લીસ્ટ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
DSP દીપ્તિ શર્માએ રચ્યો ઇતિહાસ, આ સિદ્ધિ મેળવનાર એક માત્ર ભારતીય ક્રિકેટર, કોઈ પુરુષ ખેલાડી પણ નથી કરી શક્યો આ પરાક્રમ
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
સલમાનની બર્થ ડે પાર્ટીમાં જોવા મળ્યો સેલિબ્રિટીઓનો જમાવડો, Ex ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાણીથી લઈને MS ધોનીએ આપી હાજરી
Embed widget