શોધખોળ કરો

Valsad : શેર બજારમાં રૂપિયા ગુમાવતાં ઘડ્યો લૂંટનો પ્લાન, વૃદ્ધને બીચ પર ફરવા લઈ ગયા ને પછી તો....

ગત અઠવાડિએ દમણના જામપોર બીચ પર થયેલ લૂંટ મામલે ચાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈના એક વૃદ્ધ સાથે 16 તોલા સોનુ અને 7 હજાર રોકડની લૂંટ થઈ હતી.

વલસાડઃ ગત અઠવાડિએ દમણના જામપોર બીચ પર થયેલ લૂંટ મામલે ચાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈના એક વૃદ્ધ સાથે 16 તોલા સોનુ અને 7 હજાર રોકડની લૂંટ થઈ હતી. બે મંકી કેપ પહેરી આરોપીઓએ વૃદ્ધ સાથે લૂંટ કરી હતી. દમણ પોલીસે આ મામલે 4 આરોપીની ધરપકડ કરી છે. વૃદ્ધ સાથે ફરવા આવેલ બે મિત્રોએ જ આ લૂંટ કરાવી હતી.

મનોજ ભટ્ટ અને નિર્મલ શાહ નામના મિત્રોએ જ ફરિયાદી નટવારલ વાઢેર સાથે લૂંટનું ષડયંત્ર કર્યું હતું. શેર બજારમાં નાણા ગુમાવનાર આરોપીઓએ આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. તમામ ફરિયાદી અને આરોપી મુંબઇના રહેવાસી છે. 

ગાંધીનગરઃ ગેરકાયદે અમેરિકા મોકલવા 1.10 કરોડમાં ડીલ થઈ ફાઇનલ ને પૈસા ન મળ્યા તો કરી દીધું ફાયરિંગ

ગાંધીનગરઃ કબૂતરબાજીની ડીગુચા ઘટના બાદ કલોલમાં કબૂતરબાજીની ઘટના સામે આવી છે. પરિવારના બે સભ્યોને ગેરકાયદે અમેરિકા મોકલવા 1.10 કરોડમાં ડીલ ફાઇનલ થઈ હતી. એજન્ટો પૈસાની ખરાઈ કરવા દિલ્હીથી કલોલ પહોંચ્યા હતા. અમેરિકા પહોંચ્યા બાદ જ પૈસા આપવાનું પરિવારજનોએ કહેતા પૈસા ન મળતાં ફાયરિંગ કર્યું.

કલોલના મારુતિ બંગલોમાં ફાયરિંગની ઘટનામાં ત્રણમાંથી એક એજન્ટને પાડોશીએ પકડી પાડ્યો છે. બાકી ના 3 એજન્ટોને પકડવા માટે પોલીસે ટિમો બનાવી છે. ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા બાબતની પણ એજન્ટોની તપાસ થશે. એજન્ટે કલોલથી દિલ્હી લઈ ગયા બાદ પૈસા જોવાની ઇચ્છા વ્યક્ત કરી. કલોલ સ્થિત મારુતિ બંગલોમાં પૈસા જોવા એના ત્રણ માણસો મોકલ્યા. ત્રણ પૈકી એક શખ્સે બંદૂક કાઢી જમીન પર ફાયરિંગ કર્યું. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.  ત્રણ શખ્સો પૈકી એકને સ્થાનિકોએ ઝડપીને પોલીસના હવાલે કર્યો છે.

કલોલના વિષ્ણુભાઈ ભત્રીજા વિશાલ અને તેની પત્ની રૂપાલીને અમેરિકા મોકલવા માટે એજન્ટ પાસે 1 કરોડ 10 લાખ નક્કી થયા હતા.

Crime News: પત્નીએ પ્રેમી સાથે મળીને કરી નાંખી પતિની હત્યા, લાશ પાસે જ પ્રેમીએ મંગળસૂત્ર પહેરાવી-સિંદૂર ભરી બનાવી પત્ની ને પછી તો......

Crime News: સોનભદ્રમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખૂદ જ પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને લગ્ને પહેલા જ પિતરાઈ સાથે અનૈતિક સંબંધ હતા. આ સંબંધો લગ્ન પછી પણ ચાલું રહ્યા હતા. પત્ની પતિની જાણ બહાર રંગરેલિયા મનાવતી હતી. જોકે, બંનેને સંબંધમાં પતિ બાધા રૂપ બનતો હતો. જેથી તેની હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસે બંનને જેલ હવાલે કરી દીધા છે  

આ અંગેની વિગતો એવી છે કે, સોનભદ્રમાં દુદ્ધી કોતવાલી વિસ્તારમાં દુદ્ધી કસ્બાના વોર્ડ નંબર 6માં બે ફેબ્રુઆરીએ રાતે ઘરમાં ઘૂસીને ત્રણ શખ્સોએ પતિ-પત્ની સાથે મારામારી કરી અને પતિની હત્યા કરી નાંખી હોવાની ઘટના સામે આવી હતી. આ અંગે પોલીસને 3 ફેબ્રુઆરીએ જાણકારી મળી હતી. આ ઘટનાનો પર્દાફાશ કરતાં પોલીસે મૃતક યુવકની પત્ની અને તેના પ્રેમીની એક તમંચા સાથે ધરપકડ કરી લીધી હતી. 

પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, 3 ફેબ્રુઆરીએ પોલીસે ઘટનાસ્થળે તપાસ કરી ત્યારથી મૃતકની પત્ની શંકાના દાયરામાં હતી. પોલીસે તપાસ કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી. યુવતીને તેના પિતરાઈ ભાઈ સાથે લગ્ન પહેલાથી પ્રેમસંબંધ હતા. જે લગ્ન પછી પણ ચાલું હતું. મૃતક યુવક કોઈ કામ કરતો નહોતો. જેને કારણે પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હતા. 

આ બધાથી કંટાળી યુવતીએ પ્રેમી સાથે મળીને પતિની પ્લાસ્ટિકની પાઇપથી ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. જોકે, હત્યારા પ્રેમી અને પ્રેમિકાને પકડી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, પતિની હત્યા પછી પ્રેમીએ સિંદૂર અને મંગળસૂત્ર પહેરાવી ત્યાં જ લગ્ન કરી લીધા હતા. આ સમગ્ર ઘટના મૃતકના બંને પુત્રોએ પણ જોઇ હતી. આ અંગે મૃતકની પત્ની મમતા શ્રીવાસ્તવે અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ કરી હતી. જેને શોધવા પોલીસે ટીમ બનાવી હતી. જોકે, તપાસમાં પત્નીએ જ હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તપાસમાં યુવતીના પ્રેમી લવકુશ શ્રીવાસ્તવને તમંચો અને કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. લવકુશે પોલીસને જણાવ્યું હતું કે, હું મમતાને પ્રેમ કરું છું અને તે પણ મને પ્રેમ કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget