Crime: હાઇવે પર ચાલતી કારની છત પર બેસીને YouTuberએ મનાવ્યો બર્થડે, 4 મહિના બાદ પોલીસે વીડિયો જોયો ને પછી.......
હાલમાં, દિલ્હી પોલીસની પુછપરછમાં પ્રિન્સે બતાવ્યુ કે આ વીડિયો 16 નવેમ્બર, 2022એ તેના જન્મદિવસ પર શૂટ કરવામાં આવ્યો હતો
Delhi Police Detain YouTuber Prince: દિલ્હીના ટ્રાફિક નિયમોની પરવાહ કર્યા વિના ફિલ્મી અંદાજમાં નેશનલ હાઇવે 24 પર જન્મદિવસ મનાવવો રાષ્ટ્રીય રાજધાની નિવાસી યુટ્યૂબર પ્રિન્સને ચાર મહિના બાદ મોંઘો પડી ગયો છે. સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે આ મામલાને ગંભીરતાથી લેતા પાંડવ નગર નિવાસી યુટ્યૂબરની ધરપકડ કરી લીધી છે. યુટ્યૂબર પ્રિન્સની પુછપરછ કરવામાં આવી રહી છે.
યુટ્યૂબરની ધરપકડ કરાયા બાદ દિલ્હી પોલીસ પ્રિન્સ દીક્ષિતના તે દોસ્તોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે, જે 16 નવેમ્બર, 2022એ તેના પ્રિન્સના જન્મદિવસ પર સાથે મળીને રસ્તાં પર હંગામો કરી રહ્યાં હતા. આ ઉપરાંત સોશ્યલ મીડિયા પર પણ લોકો જુદીજુદી કૉમેન્ટ કરી રહ્યાં છે. કેટલાક લોકો આ ઘટનાને યુટ્યૂબરની અકડ બતાવી રહ્યાં છે, તો વળી કેટલાકનુ કહેવુ છે કે, હવે દિલ્હી પોલીસ વાળા તેનો હિસાબ ચૂકતો કરશે.
ખરેખરમાં, યુટ્યૂબર પ્રિન્સ સાથે જોડાયેલા આ વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે, કેટલાક લોકોની સાથે જન્મદિવસ મનાવવા માટે પાંડવ નગરની પાસે નેશનલ હાઇવે-24 પર કારોના કાફલાની સાથે પહોંચ્યા હતા, વીડિયોમાં પ્રિન્સ કારની છત પર બેસેલો દેખાઇ રહ્યો છે. આ રીતે નેશનલ હાઇવે પર ટ્રાફિકને જામ કરીને જન્મદિવસ મનાવવો ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. આ માત્ર નિયમોની ધજ્જીયા ઉડાવવાનો જ પ્રયાસ નથી, પરંતુ તેના લોકો વચ્ચે મેસેજ પણ ખરાબ જાય છે.
In a viral video, some people were seen standing on roof of cars & violating traffic rules on NH-24 near Pandav Nagar to celebrate the birthday of a Youtuber (Prince). After the video went viral, Police apprehended the Youtuber: Delhi Police
— ANI (@ANI) March 17, 2023
(Pic 1,2: Screengrab of viral video) pic.twitter.com/AWOqJtHr79
YouTuberએ ફોલોઅર્સને કરી આ વાતની અપીલ -
હાલમાં, દિલ્હી પોલીસની પુછપરછમાં પ્રિન્સે બતાવ્યુ કે આ વીડિયો 16 નવેમ્બર, 2022એ તેના જન્મદિવસ પર શૂટ કરવામાં આવ્યો હતો, પુછપરછમાં યુટ્યૂબર પ્રિન્સે દિલ્હી પોલીસને બતાવ્યું કે આ વીડિયો 16 નવેમ્બર, 2022 એ પોતાના જન્મદિવસ પર કારની છત પર ઉભા રહીને એનએચ24 થી શકરપુર જતી વખતે શૂટ કરવામાં આવ્યો હતો, સાથે જ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યુ. યુટ્યૂબરના નિવેદનથી સ્પષ્ટ છે કે તેનાથી આવુ કરવો એ એક અપરાધ છે. આ જ કારણ છે કે, યુટ્યૂબરે દિલ્હી પોલીસની કાર્યવાહી બાદ તેના ફોલોઅર્સને આ પ્રકારની હરકત ના કરવા અપીલ કરી છે.